ટ્રેનોનું ટાઇમ-ટેબલ, LPG સિલિન્ડર, ઇન્ડેન ગેસ, SBI, BOB, ડિજિટલ પેમેન્ટના નિયમોમાં ફેરફાર

- text


1 નવેમ્બરથી બદલાઈ જશે આ 6 નિયમો, રોજિંદા જીવનને લગતા આ નિયમો જાણવા જરૂરી

મોરબી : નવેમ્બર મહિનો દિવાળી, નવું વર્ષ, દેવદિવાળી જેવા અનેક તહેવારો લઈને આવી રહ્યો છે. જો કે આ વર્ષે કોરોના વાયરસથી પરિસ્થિતિને લીધે સ્વાભાવિક રીતે જ તહેવારોની ઉજવણી દરમિયાન સાવચેતી રાખવી જરુરી છે. તેમજ રોજિંદા જીવનમાં તહેવારોને લઈને ઉત્સાહ-ઉમંગ ઉમેરાશે. ત્યારે તહેવારો શરુ થાય તે પહેલા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા 1 નવેમ્બરથી અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમો રોજબરોજના જીવનને અસર કરી શકે છે. ત્યારે લોકોએ આ નિયમો જાણવા આવશ્યક છે. તો 1 નવેમ્બરથી જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે જોઈએ.

1. ટ્રેનોના ટાઇમ ટેબલમાં ફેરફાર થશે

1 નવેમ્બરથી ભારતીય રેલવે દેશભરની ઘણી ટ્રેનોના ટાઇમ ટેબલ બદલાય જાય છે. આ પગલાથી 13 હજાર મુસાફરો અને 7 હજાર માલવાહક ટ્રેનોનો સમય બદલાશે. 1 નવેમ્બરથી દેશની 30 રાજધાની ટ્રેનોના ટાઇમ ટેબલ પણ બદલવામાં આવશે તેમજ તેજસ એક્સપ્રેસ ચંદીગઢથી નવી દિલ્હી વચ્ચે દોડશે અને 1 નવેમ્બરથી દર બુધવારે ઊપડશે. ગાડી નંબર 22425 ન્યૂ દિલ્હી-ચંદીગઢ તેજસ એક્સપ્રેસ ન્યૂ દિલ્હી રેલવે સ્ટેશન પરથી દર સોમવાર, મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર, રવિવારે સવારે 9.40 પર દોડશે અને બપોરે 12.40 પર ચંદીગઢ રેલવે સ્ટેશન પહોંચશે. એટલે કે મુસાફર 3 કલાકમાં ચંદીગઢ પહોંચી જશે.

2. LPG સિલિન્ડરની ડિલિવરી સિસ્ટમ બદલાશે

1 નવેમ્બરથી LPG સિલિન્ડરની ડિલિવરીની સિસ્ટમ બદલાઇ જશે. ઓઇલ કંપનીઓ એક નવેમ્બરથી ડિલિવરી ઓથેંન્ટિકેશન કોડ (DAC) સિસ્ટમ લાગૂ કરશે. ગેસની ડિલિવરીથી પહેલાં ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. જ્યારે સિલિન્ડર તમારા ઘરે આવશે તો તેને OTP ને ડિલિવરી બોયઝ સાથે શેર કરવું પડશે. જ્યારે OTP સિસ્ટમ સાથે મેચ થશે ત્યારે તમને સિલિન્ડરની ડિલિવરી થશે. જો કોઇ કસ્ટમરનો મોબાઇલ નંબર અપડેટ નથી તો ડિલિવરી બોય પાસે એપ હશે, જેના દ્વારા તાત્કાલિક પોતાનો નંબર અપડેટ કરાવી શકશો. જો કોઇ ગ્રાહકનું સરનામું, નામ જેવી જાણકારીઓ અપડેટ નથી તો તેને પણ 1 નવેમ્બર પહેલાં આ તમામ વસ્તુઓ અપડેટ કરાવવી પડશે નહી તો સિલિન્ડર ડિલિવરીમાં સમસ્યા આવી શકે છે. આ સિસ્ટમ પહેલા અમુક સ્માર્ટ સિટીમાં લાગૂ થશે, પછી ધીમે ધીમે આખા દેશમાં લાગૂ કરવામાં આવશે. કમર્શિયલ LPG સિલિન્ડરો પર આ સિસ્ટમ લાગૂ નહી થાય.

- text

3. ઇન્ડેન ગેસનો બુકિંગ નંબર બદલાશે

1 નવેમ્બરથી ઇન્ડેન ગ્રાહકો માટે ગેસ બુક કરવાનો નંબર બદલાઇ જશે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું કે પહેલાં રસોઇ ગેસ બુકિંગ માટે દેશના અલગ-અલગ સર્કલ માટે અલગ-અલગ મોબાઇલ નંબર હોય છે. હવે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ પણ તમામ સર્કલ માટે એક જ નંબર જાહેર કર્યો છે, હવે દેશભરના ગ્રાહકોને એલપીજી સિલિન્ડર બુક કરાવવા માટે 7718955555 પર કોલ અથવા એસએમએસ મોકલવો પડશે.

4. SBI સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે

1 નવેમ્બરથી SBIના કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમોમાં પરિવર્તન આવશે. SBIના સેવિંગ અકાઉન્ટ પર ઓછું વ્યાજ મળશે. હવે 1 નવેમ્બરથી જે સેવિંગ બેંક અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની જમા થયેલી રકમ પર વ્યાજનો દર 0.25%થી ઘટીને 3.25% કરવામાં આવશે, જ્યારે 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ પર હવે રેપો રેટ પ્રમાણે વ્યાજ મળશે.

5. BOBમાં પૈસા જમા કરાવવા પર એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે

1 નવેમ્બરથી બેંક ઓફ બરોડા (BOB)માં નિયત મર્યાદાથી વધુનું બેંકિંગ કરવા પર અલગથી ચાર્જ લાગશે. આ દિવસથી ગ્રાહકો મહિનામાં ત્રણ વખત પછી લોન અકાઉન્ટ માટે જેટલી વખત પૈસા ઉપાડશે તેટલી વખત 150 રૂપિયા ચૂકવવા પડશે. સેવિંગ અકાઉન્ટની વાત કરીએ તો ખાતાધારકો ત્રણ વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ જો ગ્રાહકોએ ચોથી વખત પૈસા જમા કરાવ્યા તો તેમણે 40 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે તેમજ, જન ધન ખાતાના લોકોને આમાં થોડી રાહત મળી છે. તેમને જમા કરાવવા પર કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. જોકે ઉપાડ પર તેમને 100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.

6. ડિજિટલ પેમેન્ટ પર હવે કોઇ ચાર્જ નહીં લાગે

1 નવેમ્બરથી હવે પચાસ કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવરવાળા બિઝનેસમેનો માટે ડિજિટલ પેમેન્ટ લેવું અનિવાર્ય થશે. આરબીઆઇનો આ નિયમ પણ એક નવેમ્બરથી લાગૂ થઇ જશે. નવી વ્યવસ્થા અનુસાર ગ્રાહક અથવા મર્ચન્ટ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ અથવ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલી શકશે નહી. આ નિયમ ફક્ત 50 કરોડ રૂપિયાથી વધુ લેનાર ટર્નઓવર પર લાગૂ થશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text