ઇશ્વરનગર ગામે ઝેરી દવા પીને પરિણીતાનો આપઘાત

હળવદ : હળવદ તાલુકામાં રહેતી એક પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ઇશ્વરનગર ગામમાં હરીભાઇ દેવકરણભાઇ પટેલની વાડીએ રહેતા લીલાબેન મહેશભાઇ ધાનુક (ઉ.વ. 21, મૂળ રહે. સીંગલા, જી છોટાઉદેપુર)એ ગત તા. 27ના રોજ કોઇપણ કારણોસર વાડીએ ઝેરી દવા પી લીધી હતી. આથી, તેનું મૃત્યુ થયું હતું. મૃતકના લગ્નને 1 વર્ષ થયું છે. હાલમાં પોલીસ દ્વારા પરિણીતાના આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ કરવામાં આવી રહી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate