આજે રાષ્ટ્રીય એકતા દિવસ : મોરબી કલેકટર કચેરીના કર્મીઓએ રાષ્ટ્રની એકતા માટે પ્રતિજ્ઞા લીધી

- text


રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા અંગેના શપથ લઈ કટિબદ્ધ થયા

મોરબી : રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે ગુરુવારના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પ્રતિજ્ઞા લઇને સૌ કર્મચારીઓ પ્રતિબદ્ધ થયા હતા. કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદારશ્રી નીખીલભાઇ જોષીએ સિમિત સંખ્યામાં ઉપસ્થિત રાખવામાં આવેલ અધિકારી-કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા, દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા, દેશ માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પ્રતિજ્ઞા સમારોહમાં મોરબી જિલ્‍લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંત, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, જિલ્લા પુરવઠા અધિકારી એસ.પી. પટેલ, નાયબ જિલ્‍લા ચૂંટણી અધિકારી એસ.એમ. કાથડ સહિત જિલ્‍લા કલેકટર કચેરીના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text