ટંકારા તાલુકા શાળાના શિક્ષક વયનિવૃત થતા માનપૂર્વક વિદાય અપાઈ

ટંકારા : ટંકારા કુમાર તાલુકા શાળાના આચાર્ય, શ્રેષ્ઠ બી.એલ.ઓ તરીકે સન્માનિત, ગામના મતદારો અને વાલીઓ સાથે ઘર જેવો ઘરોબો ધરાવનાર, વિદ્યાર્થીપ્રિય ઉપરાંત સનિષ્ઠાવાન, અત્યંત ઉત્સાહી અને રમૂજી સ્વભાવ ધરાવનાર એવા પાલરીયા રવજીભાઈ જીવણભાઈ ગઈકાલે વયનિવૃત થતા તેમને વિદાયમાન આપવામાં આવ્યુ હતું.

જો કે વૈશ્વિક કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદાય સમારંભ સાદગીપૂર્ણ રીતે રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં અત્યંત પ્રિય એવા પાલરીયા રવજીભાઈ હિરાપર પ્રા. શાળા અને ગાયત્રીનગર શાળામાં પણ સુપેરે કામગીરી બજાવી ચૂક્યા છે. તદ્ઉપરાંત બી.એલ.ઓ. અને ચૂંટણી કામગીરીમાં પણ તેઓ વિશેષ રસ ધરાવતા હતા. ટંકારા તાલુકાના તમામ શિક્ષકોને ખૂબ જ મદદરૂપ થયા છે. નિવૃત્તિકાળમાં પાલરીયા રવજીભાઈ તંદુરસ્તીમય દીર્ઘાયુષ્ય ભોગવે, તેમનું કૌટુંબિક જીવન સુખમય બને અને એમના તમામ સપનાઓ પુરા થાય એવી પરમાત્માને પ્રાર્થના ટંકારાની કુમાર તાલુકા શાળા પરિવારે કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate