મોરબીમાં એલ.ઈ. કોલેજના કેમ્પસમાં મેડિકલ કોલેજ બનાવવા CMને રજૂઆત

- text


મોરબી : મોરબીના રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા એલ. ઈ. કોલેજના કેમ્પસમાં જ મેડિકલ કોલેજ બનાવવા તેમજ મેડિકલ કોલેજનું નામ મહારાજા લખધીરસિંહના નામ ઉપરથી રાખવામાં આવે તેવી લેખિત રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે મોરબીને મેડીકલ કોલેજ ફાળવી, જે આનંદની વાત છે. મોરબી એટલે ‘સૌરષ્ટ્રનું પેરીસ’. મોરબીના પ્રજા વાત્સલ રાજવી ઠાકોર વાઘજી બહાદુર અને મહારાજા લખધીરજીના સમયમાં 1881માં નઝરબાગ પેલેસ તરીકે ઓળખાતો પોતાને રહેવા માટે પેલેસ બનાવેલ હતો. આ પેલેસ મહારાજા મહેન્દ્રસિંહજીએ તેઓના પિતા મહારાજા લખધીરસિંહજીના નામની એજીનીયરીંગ કોલેજ બનાવવા માટે સૌરાષ્ટ્ર સરકારને 1954માં બક્ષીસ તરીકે સુપ્રત કરેલ ત્યારબાદ સૌરાષ્ટ્રની પહેલી એજીનીયરીંગ કોલેજની સ્થાપના કરેલ હતી. મહારાજા લખધીરસિંહજીએ એજીનીયરીંગની ડીગ્રી પ્રાપ્ત કરેલ હતી. તેમજ મહારાજા મહેન્દ્રસિંહજીએ ડોકટરની ડીગ્રી પ્રાપ્ત કરેલ હતી. તે સમયમાં પણ મહારાજા મહેન્દ્રસિંહજીની મેડીકલ કોલેજ બનાવવાની ઇચ્છા હતી. તેથી, આ કેમ્પસમાં મેડીકલ કોલેજ બને તો રાજવી પરીવારની શિક્ષણ અને મોરબીની પ્રજા પ્રત્યે જે લાગણી હતી. તેના ઉપલક્ષમાં રાજવી પરીવારનું સપનું સાકાર થઇ શકે.

- text

આ એલ. ઇ. કોલેજના કમ્પાઉન્ડમાં ડીગ્રી અને ડીપ્લોમાંના બંનેના અભ્યાસ કોર્ષ ચાલતા હતાં. પરંતુ હાલમાં આ કેમ્પસની બહાર નવું બીલ્ડીંગ સરકાર દ્વારા બનાવવામાં આવેલ તે બીલ્ડીંગમાં ડીપ્લોમાં અને ડીગ્રીના અભ્યાસ કોર્ષ ત્યાં નવા બીલ્ડીંગમાં શીફટ કરી દેવામાં આવેલ છે. જેથી, હાલમાં આ હેરીટેઝ બીલ્ડીંગ એટલે કે એલ. ઇ. કોલેજ કમ્પાઉન્ડનું ક્ષેત્રફળ આશરે 60-70 વીઘા જેટલી છે. જે જગ્યા ખાલી પડેલ છે. જેથી, આ કમ્પાઉન્ડની અંદર મેડીકલ કોલેજ બને તો સરકારને અન્ય જગ્યાએ જમીન એકવાયર કરવી ન પડે. આથી, આ જગ્યા મેડિકલ કોલેજ માટે અનુકૂળ છે. તેમજ અહીં મેડિકલ કોલેજ બને તો કોલેજનું નામ મહારાજા લખધીરસિંહના નામ ઉપરથી રાખવામાં આવે તેવી ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ ડી. જાડેજા દ્વારા માંગણી કરાઈ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text