ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા ઘરેબેઠા ‘આરતી થાળી શણગાર’ સ્પર્ધા યોજાઈ

વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા સી.આર.સી.-જૂના કણકોટમાં હાલ હોમ લર્નિંગ પ્રોગ્રામ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહે તે હેતુથી CRC CO. ગિરિરાજસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળા દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમની સાથે સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા. ૧૭ થી ૨૧ ઑક્ટોબર સુધી ઘરેબેઠા ઓનલાઈન ‘આરતી થાળી શણગારની સ્પર્ધા’ આયોજિત કરાયું હતું. જેમાં 59 વિદ્યાર્થીનીઓએ ભાગ લેવા માટે સુંદર કૃતિઓ વોટ્સઅપના માધ્યમથી મોકલેલ હતી. તેમજ વાલીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળેલ હતો. દરેક સ્પર્ધકને આચાર્ય વિરેન્દ્રસિંહ અને શીક્ષક નમ્રતાબા પરમાર તરફથી પ્રોત્સાહક ઈનામ અને ધો. 1થી 8માં ધોરણદીઠ ત્રણ સુંદર કૃતિને દાતા ક્રિષ્નાબેન તરફથી ઈનામ આપવામા આવેલ હતા. દાતાનો સંપર્ક વિદ્યાર્થીઓના લાભાર્થે શીક્ષક નમ્રતાબાએ કરેલ હતો. તેમ ઘીયાવડ પ્રાથમિક શાળાના આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate