માળીયાના યુવકના બેંક એકાઉન્ટમાંથી જાણ બહાર રૂ. 26 હજાર ઉપડી ગયા!

- text


બિહારના ATMમાંથી ભેજાબાજોએ નાણાં ઉપાડી લીધા : યુવકે પોલીસને લેખિકમાં ફરિયાદ કરી

માળીયા (મી.) : એક્સીસ બેંકના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે ફ્રોડ કરી માળીયા (મી.)ના ખાતેદારના રૂ. 26,000 ઉપાડી લીધા છે. આ બનાવ અંગે યુવક દ્વારા મોરબીના સાયબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

માળીયા (મી.)માં રહેતા અકબરભાઈ યુનુસભાઈ ભટ્ટી મો૨બીમાં જુના મહાજન ચોકમાં આવેલ એકસીસ બેન્ક લિ.માં બચત ખાતુ ધરાવે છે. તેમના ખાતામાંથી તેમની જાણ બહાર અને ગેરકાનુની રીતે ગત તા. 20 ઓક્ટોબરના રોજ રૂ. 26,000 વીથડ્રો થયેલ છે. આ ડિસ્પ્યુટેડ ટ્રાન્ઝકશનનું એટીએમ લોકેશન બિહારનું છે. આમ, અજાણ્યા શખ્સે ATMના માધ્યમથી એક જ દિવસે રૂ. 10,000 – 10,000 અને રૂ. 6000 એમ 3 ટ્રાન્ઝેક્શન કરી રૂ. 26,000 છેતરપિંડીથી ઉપાડી લીધા છે. આ અંગે યુનુસભાઈએ મોરબીના સાયબર ક્રાઇમ વિભાગમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text