મોરબીના એકમાત્ર થર્ડ જેન્ડર મતદાર 90 વર્ષીય કિન્નરે ચૂંટણી પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો

અનેક શારીરિક પીડા વચ્ચે પણ બેલેટ પેપરથી મતદાન કર્યું : મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી

મોરબી : લોકશાહીને સુદ્રઢ બનાવવા માટે મતદાન સૌનો અબાધિત અધિકાર છે. સામાન્ય સ્ત્રી-પુરુષો હોય કે પછી થર્ડ જેન્ડર ગણાતા કિન્નર, એમ દરેકને મતદાન કરવાનો બંધારણીય હક્ક છે. આ રીતે મોરબી પેટા ચૂંટણીના એક માત્ર થર્ડ જેન્ડર 90 વર્ષના કિન્નરે પોતાનો બંધારણીય મતધિકારનો ઉપયોગ કરીને એનેક પીડાઓ વચ્ચે ઘરેબેઠા બેલેટ પેપરથી મતદાન કરીને નિરૂત્સાહી મતદારોમાં ઉત્સાહનો પ્રાણ ફૂંક્યો છે.

મોરબી પેટા ચૂંટણી માટે આ વખતે કોરોના કાળને ધ્યાને લઈને રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા દિવ્યાંગો અને 80 વર્ષથી ઉપરના બુઝુર્ગને ઘેરબેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની છૂટ આપવામાં આવી છે. હાલ ચૂંટણી સ્ટાફની ટીમ દ્વારા દિવ્યાંગ અને બુઝુર્ગને ઘરે જઈને બેલેટ પેપરથી મતદાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં એકમાત્ર થર્ડ જેન્ડર મતદાર નોંધાયેલા છે. જેનું નામ છે હીરાદે.

90 વર્ષીય હીરાદે હાલ મોરબીની નાની બજાર વિસ્તારમાં આવેલ માતાજીના મઠમાં રહે છે. હીરાદેને લોકશાહીમાં અતૂટ વિશ્વાસ છે એટલે તેઓ મતદાન કરવાનું ચૂકતા નથી. પણ 5 વર્ષ પહેલાં પગના ભાગે પીડા ઉભી થતા ચાલી શકે એમ ન હોવાથી આ વખતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ફોર્મ ભર્યું હતું અને ચૂંટણી સ્ટાફની ટિમ તેમના ઘરે પહોંચી હતી. ત્યારે હીરાદેએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું અને દરેક લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate