મોરબીમાં જુદા-જુદા બનાવમાં બે સગીરાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : મોરબી શહેરમાં જુદા-જુદા વિસ્તરામાં રહેતી બે સગીરાઓએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાના બનાવ બન્યા છે.

મોરબીમાં વીસીપરા વિસ્તારમાં કીશાન કાટાની સામે અમરેલી રોડ પર રહેતા ચતુરભાઇ અખીયાણીની દીકરી અનીતાબેન (ઉ.વ. 17)એ ગઈકાલે તા. 27ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ ઉપરાંત, મોરબીના રવાપર રોડ પર ગાયત્રી ચોક નજીકના વિસ્તારમાં રહેતા અમૃતભાઈ કોરડીયાની 17 વર્ષીય પુત્રી અંજલીબેનએ પણ અજાણ્યા કારણોસર પોતાના જ ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate