રાણેકપર ગામે ઇલેક્ટ્રિક વાયર અડી જતા ઘાસચારા ભરેલ ટ્રેક્ટરમાં લાગી આગ

- text


પીજીવીસીએલની બેદરકારીના કારણે વીજ વાયર નીચા હોવાથી અવારનવાર બને છે આવી ઘટનાઓ : ખેડૂતો

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે આજે સવારના એક ગામના ખેડૂત પોતાના ખેતરેથી ઘાસચારો ભરી ટ્રેક્ટર લઇ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતા વીજ વાયરને ટ્રેક્ટર અડી જતા તિખારા ઝરિયા હતા અને ટ્રેકટરની ટ્રોલીમાં ભરેલા ઘાસચારામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જો કે ટ્રેકટરચાલકની સમયસૂચકતાને કારણે તાત્કાલિક ટ્રોલીનો ઉલાળિયો કરી ઘાસચારો નીચે ઠલવી દીધો હતો. જેથી, ટ્રેક્ટર તો બચી ગયું હતું પરંતુ આ ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા રમતુભાઈ મશરૂભાઈ પોતાના ખેતરેથી ટ્રેક્ટર માં ઘાસચારો ભરી પોતાના ઘરે આવી રહ્યા હતા. તે વેળાએ વીજ વાયર ટ્રેક્ટરમાં ભરેલા ઘાસચારાને અડી જતા તિખારા ઝરતા ઘાસચારામાં એકાએક આગ લાગી હતી. જેથી, તાત્કાલિક ખેડૂત દ્વારા ટ્રેકટરની ટ્રોલીનો ઉલાળિયો કરી ઘાસચારો નીચે ઉતારી દીધો હતો અને આગની ઝપેટમાંથી પોતાને અને ટ્રેક્ટરના બચાવી લીધું હતું. જો કે ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.

વધુમાં, સ્થાનિક ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ આ વિસ્તારમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે વીજ વાયર ઘણા નીચા હોવાથી અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જેથી, પીજીવીસીએલના અધિકારીઓ કોઈ મોટી ઘટના ઘટે એ પહેલા આવા વીજ વાયરને યોગ્ય કરે તે જરૂરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text