મોરબીની પેટા ચૂંટણીમાં 5635 મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે

પેટા ચૂંટણીમાં યુવા મતદારો પર સૌથી વધુ મદાર : કુલ 2,71,461માંથી 1,36,641 યુવા મતદારો

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની.પેટા ચૂંટણીની ગતિવિધિ હવે વધુ તેજ બની ગઈ છે. ખાસ કરીને યુવા મતદારો શિક્ષિત, સમજુ અને વધુ જાગૃત હોય તેમના પર ચૂંટણીમાં વિશેષ મદાર રહે છે. યુવા મતદારોનો ઝોક જેની તરફ વળે એનું પલડું ભારે મનાઈ છે. આથી, રાજકીય પક્ષો પણ યુવા મતદારોને કેન્દ્રસ્થાને રાખીને વ્યૂહરચના ગોઠવતા હોય છે. આ વખતે પેટા ચૂંટણીમાં અડધોઅડધ એટલે કે 50 ટકા યુવા મતદારો છે. ત્યારે આ યુવા મતદારો ચૂંટણીમાં ધાર્યા પરિણામો લાવી શકશે.

મોરબીની પેટા ચૂંટણી મતદારોની સ્થિતિ જોઈએ તો આ વખતે 5635 મતદારોની સંખ્યા વધી છે. આથી, આ નવા 5635 મતદારો આ પેટા ચૂંટણીના પ્રથમ વખત મતદાન કરીને લોકશાહીનું પર્વ ઉજવશે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 3582 અને સ્ત્રી મતદારોની સંખ્યા 2053 છે. આ ઉપરાંત, કુલ યુવા મતદારો જોઈએ તો 18 થી 39 વર્ષ સુધીના 50 ટકા જેટલા યુવા મતદારો છે. મોરબી-માળીયા વિધાનસભા બેઠકના કુલ 2,71,461 મતદારો છે. જેમાં 1,41,857 પુરુષ અને 1,29,609 સ્ત્રી મતદારો છે. આ કુલ મતદારોમાંથી 1,36,641 યુવા મતદારો છે.

ઉંમર વાઇઝ મતદારોની સ્થિતિ જોઈએ તો 18થી 19 વર્ષના 5635, 20થી 29 વર્ષના 61846, 30થી 39 વર્ષના 69160, 40થી 49 વર્ષના 50999, 50થી 59 વર્ષના 40485, 60થી 69 વર્ષના 25358, 70થી 79 વર્ષના 12874, 80થી 89 વર્ષના 4346, 90થી 99 વર્ષના 714 અને 99થી ઉપરના 52 મતદારો છે. એકંદરે આ ચૂંટણીમાં યુવા મતદારો 50 ટકા છે. એટલે આ ચૂંટણીમાં યુવાનો પર વિશેષ મદાર છે. યુવાનો જેની તરફ વળશે તેનું પલડું ભારે રહેશે એવું આ આંકડાથી સ્પષ્ટ થાય છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate