મોરબી-રાજકોટ હાઇવે પર ડમ્પર પાછળ ટ્રક અથડાયો, એકને ઇજા

- text


અકસ્માતને પગલે મોરબી-રાજકોટ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયા બાદ પોલીસે દોડી જઈને ટ્રાફિક પૂર્વવત કર્યો

ટંકારા : મોરબી-રાજકોટ હાઈવે પર હરબટીયાળી ગામ પાસે ડમ્પર પાછળ આઇસર ટ્રક ઘુસી જતા આઇસરચાલકને ગંભીર ઇજા થઈ હતી. તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. આ અકસ્માતને પગલે મોરબી રાજકોટ રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાયા બાદ પોલીસે દોડી જઈને ટ્રાફિક પૂર્વવર્ત કર્યો છે.

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી રાજકોટ હાઈવે પર હરબટીયાળી ગામ પાસે આજે સવારે 11 વાગ્યાની આસપાસ માલધારી ઢોરના ધણને લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે રાજકોટ તરફથી આવતા ડમ્પરને આડે ઢોર આવી જતા ડમ્પરચાલકે ઓચિંતી બ્રેક મારી હતી. જેથી, તેની પાછળ આવતા આઇસર ટ્રક ડમ્પર પાછળ ધડાકાભેર ઘુસી ગયો હતો. આ અકસ્માતમાં આઇસરચાલક ધર્મેન્દ્રસિંહ પરમારને ગંભીર ઇજા થઈ હતી.

આ બનાવની જાણે થતા ટંકારા 108 એમ્બ્યુલન્સ સેવાના પાયલોટ છેલુંભાઈ અને ડૉ. વલ્લભભાઈ લાઠીયાએ ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવને પગલે મોરબી રાજકોટ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયા બાદ પોલીસે દોડી જઈને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text