મોરબીમાં બ્રિજેશ મેરજાના સમર્થનમાં કાલે બુધવારે મુખ્યમંત્રી સભા ગજાવશે

 

સભા બાદ વિવિધ સમાજના આગેવાનો સાથે મિટિંગ યોજશે

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા પેટા ચૂંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. ભાજપ કોંગ્રેસના પ્રચારકો દ્વારા જોરશોરમાં પ્રચાર કર્યા બાદ હવે મોરબીમાં આવતીકાલે બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સભા ગજાવશે.

સીએમ 4 વાગ્યે સામાકાંઠે આવેલ પોટરી ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરેલા હેલીપેડ પર ઉતરશે અને ત્યાંથી સીધા મોરબીના જેલ રોડ પર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે સાંજે 4:30 વાગ્યે સભાને સંબોધન કરશે .ત્યાર બાદ સ્કાય મોલ ખાતે કાર્યકરોની મિટિંગ યોજી ચૂંટણીને લઈ કામગીરીની સમીક્ષા કરશે. સીએમ રૂપાણીના આગમનને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ઠેરઠેર રસ્તા પર ગાબડા બુરી રસ્તાને નવા રંગ રૂપ આપી દેવાયા છે. તો સભા સ્થળે પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તેવા હેતુથી મેદાનમાં ખુરશીઓ તેમજ સ્ટેજ પર પણ ગોઠવણ કરાઈ છે. બીજી તરફ જિલ્લા પોલીસ દ્વારા પણ સમગ્ર રૂટ, સભા સ્થળ તેમજ મિટિંગ સ્થળ સહિતના વિસ્તારોને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયા છે.