મોરબી : 50% સ્કૂલ ફી માફીની માંગ સાથે જન અધિકાર મંચ દ્વારા અધિક કલેક્ટરને આવેદન

- text


મોરબી : ૫૦% ફી માફીના મુદ્દાને લઈને મોરબીના જન અધિકાર મંચના નેજા હેઠળ જિલ્લા ઉપપ્રમુખ સચીન કાનાબાર દ્વારા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાઓમાં પણ ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર અપાયું હતું.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. હાલ વિશ્વના તમામ દેશો કોરોના અને વૈશ્વિક મહામંદી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે દેશ પણ આ પરિસ્થિતિથી બાકાત રહ્યો નથી, ભારતમાં અને ગુજરાતમાં પણ કોરોનાની મહામારીથી બચવા માટે ૨૧ માર્ચથી જ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે તમામ ધંધા-રોજગાર ઠપ થઇ જતાં વેપારી વર્ગ, ખેડૂત વર્ગ, મજુરીયાત વર્ગ આ તમામ લોકોની પરિસ્થિતિ અંત્યત કફોડી બની ગઇ છે.

ગુજરાત રાજ્યમાં લોકડાઉનના કારણે ૧૬ માર્ચથી તમામ શાળાઓ બંધ છે અને તમામ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે જો શાળાઓ અને શૈક્ષિણક કાર્ય બંધ હોઇ તો અને હાલ તમામ વર્ગની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઇ ત્યારે વિધાર્થીઓ પાસેથી ફી લેવાનો પ્રશ્ન જ ઉઠતો નથી. પરંતુ અનેક શાળાઓ અને કોલેજો દ્વારા ફીની ઉઘરાણી કરવામાં આવી રહી છે, જે યોગ્ય બાબત નથી. તેમજ વધુમાં, રાજ્ય સરકારે જ ૨૫% ફી માફીની જાહેરાત કરીને ૭૫ % ફી ઉઘરાવવાનો પરવાનો શાળાઓને આપી દિધો છે. જે ચિંતાજનક વિષય કહી શકાય, ત્યારે જો દિવાળી પછી બધી શાળાઓ શરૂ થવાની હોઇ તો આવી પરિસ્થિતિમા વિધાર્થીઓની ૫૦% ફી માફ કરવામાં આવે તેમજ બાકીની ૫૦% ફી હપ્તા પેટે લેવામાં આવે એવી માંગણી સાથે જન અધિકાર મંચ દ્વારા સફળ આંદોલનકારી અને પ્રદેશ પ્રમુખ પ્રવીણભાઇ રામના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા લેવલે આવેદન અપાયું હતું. જે પ્રોગ્રામ અંતર્ગત મોરબી વિસ્તારમાં પણ ૫૦% ફી માફી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text