MCX ડેઈલી રિપોર્ટ : રૂના વાયદામાં ૧૦,૨૦૦ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં રૂ.૧૬૦નો પ્રત્યાઘાતી ઉછાળો

- text


કપાસ પણ તેજ : બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૧૮ પોઈન્ટ અને મેટલડેક્સમાં ૫૦ પોઈન્ટની મૂવમેન્ટ: સોના-ચાંદીના વાયદાના ભાવમાં સંકડાઈ ગયેલી વધઘટ: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: સીપીઓમાં સુધારો: પ્રથમ સત્રમાં રૂ.૧૨,૦૫૨ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૮૦,૨૭૮ સોદામાં રૂ.૧૨,૦૫૨.૨૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં વધઘટ સંકડાઈ ગઈ હોય તેમ સીમિત રેન્જમાં ફેરફાર થયો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદામાં ૧૦,૨૦૦ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવમાં રૂ.૧૬૦નો ગાંસડીદીઠ પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો. કપાસનો વાયદો પણ તેજ રહ્યો હતો. સીપીઓમાં સુધારા સામે મેન્થા તેલ જળવાયેલું હતું.

દરમિયાન, કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો નવેમ્બર વાયદો ૧૫,૬૪૬ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૫,૬૭૮ અને નીચામાં ૧૫,૫૬૦ના મથાળે અથડાઈ, ૧૧૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૨૯ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫,૫૮૨ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો ઈન્ડેક્સ મેટલડેક્સનો નવેમ્બર વાયદો ૧૨,૩૦૦ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૨,૩૫૦ અને નીચામાં ૧૨,૩૦૦ બોલાઈ, ૫૦ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૨૮ પોઈન્ટ વધી ૧૨,૩૩૪ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૧,૨૨૦ સોદામાં રૂ.૧૧૨.૯૪ કરોડ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૩૧૭ સોદામાં રૂ.૨૦.૪૬ કરોડનાં કામકાજ પ્રથમ સત્ર સુધીમાં થયાં હતાં.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૧૩૨૭ સોદાઓમાં રૂ.૬૮૯૨.૮૯ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૦૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૧૧૪ અને નીચામાં રૂ.૫૦૭૦૪ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૯ ઘટીને રૂ.૫૦૭૮૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૪૦ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૧૦૧૭ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૨૬ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૬ ઘટીને બંધમાં રૂ.૫૦૮૩૭ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૨૩૪૧ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૫૮૦ અને નીચામાં રૂ.૬૧૮૦૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૪ વધીને રૂ.૬૧૯૯૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૯૩ વધીને રૂ.૬૨૦૧૭ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૯૮ વધીને રૂ.૬૨૦૧૮ બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૧૩૬૧ સોદાઓમાં રૂ.૨૮૨૦.૮૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૮૬૯ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૯૦ અને નીચામાં રૂ.૨૮૫૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨ વધીને રૂ.૨૮૭૮ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૩૯૭ સોદાઓમાં કુલ રૂ.૨૭૪.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૩૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૬૦૦ અને નીચામાં રૂ.૧૯૩૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૦ વધીને રૂ.૧૯૪૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૧૫.૨ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૮ વધીને બંધમાં રૂ.૮૨૩.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૨૭.૭ ખૂલી, ઊપરમાં રૂ.૯૨૭.૭ અને નીચામાં રૂ.૯૨૭.૭ રહી, અંતે રૂ.૯૨૭.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૧૨ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૨૯.૫ અને નીચામાં રૂ.૧૧૦૯ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬ વધીને રૂ.૧૧૨૫.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૬૯૮ સોદાઓમાં કુલ રૂ.૩૮૫૦.૭૮ કરોડ ની કીમતનાં ૭૫૬૪.૯૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૦૬૨૯ સોદાઓમાં કુલ રૂ.૩૦૪૨.૧૧ કરોડ ની કીમતનાં ૪૮૮.૬૫૪ ટન, ક્રૂડ તેલમાં ૨૨૮૭૦ સોદાઓમાં રૂ.૧૦૬૮.૩૪ કરોડનાં ૩૭૧૯૬૦૦ બેરલ્સ, કોટનમાં ૨૭૬ સોદાઓમાં રૂ.૨૦.૦૩ કરોડનાં ૧૦૨૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૦૨૬ સોદાઓમાં રૂ.૨૪૯.૧૦ કરોડનાં ૩૦૪૯૦ ટન, મેન્થા તેલમાં ૩૪ સોદાઓમાં રૂ.૩.૬૬ કરોડનાં ૩૮.૮૮ ટન, કપાસમાં ૬૧ સોદાઓમાં રૂ.૧.૪૫ કરોડનાં ૨૬૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૧૦૩.૬૬૧ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૭.૫૮૭ ટન, ક્રૂડ તેલમાં ૪૨૬૫ બેરલ્સ, કોટનમાં ૨૮૨૦૦ ગાંસડી, સીપીઓમાં ૭૨૭૯૦ ટન, એલચીમાં ૦.૭ ટન, મેન્થા તેલમાં ૧૮૧.૪૪ ટન અને કપાસમાં ૬૩૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૫૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૫૩૬ અને નીચામાં રૂ.૪૧૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૪ ખૂલી, ઊપરમાં રૂ.૫૭૮ અને નીચામાં રૂ.૪૪૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૬૩.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૪૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૬૦ અને નીચામાં રૂ.૧૨૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૬૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૩૪૪.૫ અને નીચામાં રૂ.૨૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૫ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૪૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૮.૭૨ અને નીચામાં રૂ.૭.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮.૧૧ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૯.૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૨ અને નીચામાં રૂ.૧૦૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૯.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૭૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૭ અને નીચામાં રૂ.૧૬૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૦.૧ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text