ઈલેક્શન અપડેટ : મતદાન વખતે કોરોના સંક્રમણથી બચવા મતદારોને હેન્ડ ગ્લોઝ અપાશે

ચૂંટણી સ્ટાફને હેન્ડ ગ્લોઝ, એન 95 માસ્ક અને ફેસ શિલ્ડ અપાશે, પોલિંગ ઓફિસર સહિતના ચૂંટણી સ્ટાફની આખરી તાલીમ યોજાઈ

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તેથી, રાજકીય પક્ષોનું પ્રચારયુઘ્ધ વેગવંતુ બની રહ્યું છે. ત્યારે ચૂંટણી પ્રક્રિયા માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બનીને પુરજોશમાં તૈયારી કરી રહ્યું છે. ગઈકાલે પોલિંગ ઓફિસર સહિતના સ્ટાફને ચૂંટણી પ્રક્રિયાની આખરી તાલીમ પ્રાંત અધિકારી દેવેન્દ્ર ઝાલા દ્વારા આપવામાં આવી છે.

મોરબીની પેટા ચૂંટણીમાં આ વખતે કોરોનાની.મહામારીનું ગ્રહણ હોવાથી ચૂંટણી આયોગ દ્વારા મતદાન દરમ્યાન કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે અને ચૂંટણી અયોગ દ્વારા મતદાન સમયે કોરોનાથી બચવા માટેની ગાઈડલાઈનનું પાલન કરવાનો દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે મોરબી સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા કોરોના વધુ ન ફેલાય તે માટે ખાસ સઘન પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી કાર્યમાં જોડાયેલા તમામ સ્ટાફને એન 95 માસ્ક, હેન્ડ ગ્લોઝ અને ફેસ શિલ્ડ આપવામાં આવશે.

આ ઉપરાંત, દરેક મતદાન મથક પર સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાન મથકે આવનારને મતદારોને પહેલા સેનિટાઈઝેશન કર્યા બાદ મત આપવા માટે એક હેન્ડ ગ્લોઝ આપવામાં આવશે. જે હાથે વોટિંગ કરવાનું હોય એ હાથે ગ્લોઝ પહેરીને મતદાન અને સાઇન કરશે. જેથી, કોરોનાનું સંક્રમણ ન ફેલાઈ.

કોરોના પોઝિટિવ વ્યક્તિ સાંજે 5 થી 6 દરમ્યાન PPE કીટ પહેરીને મતદાન કરી શકશે

કોઈ કોરોના પોઝિટિવ હોય તો પણ તે મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને કોરોના પોઝિટિવ વ્યક્તિના મતદાન માટે સાંજે 5 થી 6 એક.કલાકનો સમય રાખવામાં આવ્યો છે. એ દરમ્યાન કોવિડ પોઝિટિવ વ્યક્તિ PPE કીટ પહેરીને મતદાન કરી શકશે અને ચૂંટણી સ્ટાફને પણ PPE કીટ પહેરવાની રહશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate