ઈલેક્શન અપડેટ : મોરબીના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના હિસાબો સમયાંતરે રજૂ કરવાના રહેશે

મોરબી : ગુજરાત વિધાનસભાના મતવિભાગોની પેટા ચૂંટણી અંતર્ગત 65-મોરબી વિધાનસભા મતદાર વિભાગનું મતદાન આગામી તા.૩/૧૧/૨૦૨૦ ના રોજ યોજાનાર છે.

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ, કે તેમના અધિકૃત પ્રતિનિધિ એ ત્રણ વાર ચૂંટણી ખર્ચના હિસાબો સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજુ કરવાના રહે છે. આ અંગે સંબંધિત ઉમેદવારોને ચૂંટણી ખર્ચના રજીસ્ટર, તેમજ ખર્ચ સંબંધિત આનુષંગિક વાઉચરો સાથે ખર્ચની વિગતો રજુ કરવા જણાવાયુ છે.

તદ્દઅનુસાર મોરબી બેઠકનું પ્રથમ નિરિક્ષણની તા. 23 ઓકટોબર બાદ, દ્વિતીય નિરિક્ષણની તા.૨૭ ઓક્ટોબર, અને તૃતીય નિરિક્ષણની તા.૧ નવેમ્બર ના રોજ સવારના ૧૧ વાગ્યાથી નિયત કરવામા આવી છે. નિરિક્ષણ ની આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ નાગરિક ઉપસ્થિત રહીને આ પ્રક્રિયા નિહાળી શકશે. નિરિક્ષણ પછી ઉમેદવારોના દૈનિક હિસાબના રજીસ્ટરના ઉતારા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ ઉપર અપલોડ કરવામા આવશે, તથા તે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, અને ચૂંટણી અધિકારીશ્રીના ના નોટીસ બોર્ડ ઉપર પણ પ્રસિદ્ધ કરવામા આવશે, એમ 65-મોરબી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી-વ-પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા એ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી લડતા ઉમેદવારોએ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ રૂ.૩૦.૮૦ લાખની મર્યાદામા ખર્ચ કરવાનો રહે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate