ચૂંટણી પ્રચાર માટે તા. 23 સુધીમાં ઉમેદવારો કરેલા ખર્ચની રકમ જાહેર કરી

- text


23 તારીખ સુધીમાં કોંગ્રેસના ઉમેદવારે સૌથી વધુ રૂ. 63,500નો ખર્ચ દર્શાવ્યો

મોરબી : મોરબી-માળીયા (મી.) પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ તા. 23 ઓક્ટોબર સુધીમાં કરેલા ચૂંટણી પ્રચાર માટેના ખર્ચની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલે રૂ. 63,500નો પ્રચાર માટે ખર્ચ દર્શાવ્યો છે. તેમજ ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ રૂ. 25,110 અને ખર્ચમાં તેમની લગોલગ અપક્ષ ઉમેદવાર હુશૈનભાઈ ભટ્ટીએ રૂ. 23,180 નો.ખર્ચ દર્શાવ્યો છે. તેમજ અન્ય અપક્ષ ઉમેદવારો કાસમભાઈ સુમરાએ રૂ. 11,500, ગિરીશભાઈ જાદવે રૂ. 6800, અબ્દુલભાઈ જેડાએ રૂ. 10,600, વસંતલાલ પરમારે રૂ. 15,980, ઇસ્માઇલભાઈ બ્લોચે રૂ. 14,950, જ્યોત્સનાબેન ભીમાણીએ રૂ. 11,330, નિઝામભાઈ મોવરે રૂ. 13,940, સીરાઝ પોપટીયાએ રૂ.13,280નો ખર્ચ દર્શાવ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે, આ પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી લડતા ઉમેદવારોએ ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ રૂ.૩૦.૮૦ લાખની મર્યાદામા ખર્ચ કરવાનો રહે છે. અને સમયાંતરે આ ખર્ચની વિગતો સરકારને જણાવાની હોય છે. જોકે સૌ જાણે છે કે સત્તાવાર રીતે જાહેર કરતા ચૂંટણી પ્રચાર ખર્ચની રકમ અને વાસ્તવિક રીતે ખર્ચાતી રકમમાં ખૂબ જ મોટો તફાવત હોય છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text