મોરબીના વધુ એક વિસ્તારમાં પેટા ચૂંટણી બહિષ્કારના બેનેરો લાગ્યા

- text


પ્રાથમિક સુવિધા ન મળવાથી વોર્ડ 12ના બોરીયાપાટી વિસ્તારના સતવારા સમાજના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો

મોરબી : મોરબી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાનો મુદ્દો ભારે અસર કરે તેવા એંધાણ મળી રહ્યા છે. જેમાં આજે સવારે કાલિકા પ્લોટ વિસ્તાર બાદ આજે બીજા વિસ્તારમાં પણ પેટા ચૂંટણી બહિષ્કારના બેનેરો લાગ્યા છે. જેમાં પ્રાથમિક સુવિધા ન મળવાથી વોર્ડ 12ના બોરીયાપાટી વિસ્તારના સતવારા સમાજના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે.

મોરબીના વોર્ડ નબર 12માં આવેલા બોરીયાપાટી વિસ્તારમાં આજે વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનેર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં લખ્યું છે કે, વોર્ડ નંબર 12ના બોરીચાપાટી સમસ્ત સતવારા સમાજ દ્વારા તેમના વિસ્તારમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, આરોગ્ય સેવા, પોસ્ટ સેવા સહિતની સુવિધાઓ ન મળવાથી આગામી વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text