જ્યંતીભાઈ પટેલના “વિજય કૂચ” પ્રચાર અભિયાન અંતર્ગત મહિલા કોંગ્રેસની રેલી યોજાઈ

મોરબી : વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન આડે હવે એક સપ્તાહ શેષ રહ્યું છે અને પ્રચાર-પ્રસાર માટે તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે 65 મોરબી-માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચારજંગ ચરમસીમા તરફ આગળ વધી રહ્યો છે. આજે મંગળવારે મોરબીમાં મહિલા કોંગ્રેસની આગેવાની હેઠળ પ્રચાર રેલી યોજાઈ હતી.

રાજકોટ મહિલા કોંગ્રેસના અગ્રણી ગાયાત્રીબા વાઘેલા અને નયનાબા જાડેજાના માર્ગદર્શન હેઠળ આજે મહિલા કોંગ્રેસે મોરબી શહેરમાં રેલી યોજી હતી. શહેરના રવાપર રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ રેલી શહેરના રવાપર રોડ અને શનાળા રોડ સહિતના મુખ્યમાર્ગો પર ફરી હતી તથા કોંગ્રેસ ઉમેદવાર જ્યંતી પટેલને જંગી લીડથી વિજયી બનાવવા અપીલ કરી હતી. ખાસ કરીને મતદાર મહિલાઓએ રેલીને આવકાર આપી કોંગ્રેસને સમર્થન આપ્યું હોવાનું ગાયત્રીબા વાઘેલા અને નયનાબા જાડેજાએ જણાવ્યું હતું.

જલારામ સેવા મંડળની ૨૦૮ મહિલાઓ જયંતિભાઈ પટેલના સમર્થનમાં રેલીમાં જોડાયા

65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજ પટેલને વિવિધ સમાજનું સમર્થન મળી રહ્યું છે ત્યારે જલારામ સેવા મંડળની મહિલાઓ રેલીમાં જોડાઈને કોંગ્રેસના ઉમેદવારને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. જલારામ સેવા મંડળના ભાવીન ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, ચિરાગ રાચ્છ, હસુભાઈ પંડિત, મનિષ પટેલ, મનોજ ચંદારાણા, પોલાભાઈ પટેલની આગેવાનીમાં મોરબી જલારામ સેવા મંડળના ૨૦૮ બહેનોએ મોરબી-માળીયા ૬૫ વિધાનસભા બેઠકની પેટા ચુંટણીના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલને સમર્થન આપવા રેલીમાં જોડાયા હતા. મંડળના બહેનોએ જયંતિભાઈ આ ચુંટણીમા જંગી બહુમતીથી વિજયી બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate