મોરબી શહેરમાં જ્યંતીભાઈ પટેલનો વોર્ડ વાઇઝ ચૂંટણી પ્રચાર

- text


 

વોર્ડ નંબર 9માંથી ભાજપ અગ્રણી કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા : મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ અને રઘુવંશી સમાજના મોભીના આશીર્વાદ મેળવતા જ્યંતીભાઈ પટેલ

મોરબી : આવતી 3 નવેમ્બરે 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકના બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં કેદ થવાનું છે એ પૂર્વે રાત દિવસ જોયા વિના ઉમેદવારો અને કાર્યકરો જનસમર્થન મેળવવાના પ્રયાસમાં લાગ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલ મોરબી શહેરના વિવિધ વોર્ડોમાં લોકસંપર્ક કરી રહ્યા છે.

આજે સોમવારે “વિજય કૂચ” ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલે સો ઓરડી વિસ્તાર ઉપરાંત વોર્ડ નંબર 9માં પ્રચાર અભિયાન તેજ બનાવ્યું હતું. વોર્ડ નંબર 9માં છેલ્લા 28 વર્ષથી ભાજપના પાયાના કાર્યકર રહેલા નિલેશભાઈ જે. ભાલોડિયા સનિષ્ઠ કાર્યકરો સાથે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આ તકે નિલેશભાઈએ જણાવ્યું હતું કે, ભાજપે પક્ષ પલ્ટુ ઉમેદવારને ટીકીટ આપતા સ્થાનીય કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી રહી હતી. જેને લઈને હું ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, નિલેશભાઈ ભાલોડિયા વોર્ડ નંબર 9 સ્થિત અવધ 4ના પ્રમુખ છે અને સ્થાનીય વિસ્તારમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે અને એડવોકેટ પણ છે. નિલેશભાઈએ જણાવ્યું હતું કે, જયંતિભાઈ પટેલને આ વોર્ડમાંથી 1500 મતની લીડ અપાવવાની હું જવાબદારી લવ છું. જ્યારે જ્યંતીભાઈ જેરાજભાઈ પટેલે સોમવારે વિવિધ વોર્ડમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયોને ખુલ્લા મુક્યા હતા.

- text

સોમવારે વોર્ડ વાઇઝ જનસંપર્ક દરમ્યાન જ્યંતીભાઈ મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ અને રઘુવંશી સમાજના મોભી પુનમચંદભાઈ કોટકના નિવસ્થાને પહોંચ્યા હતા. જ્યાં જ્યંતીભાઈ જેરાજભાઈ પટેલે પૂનમચંદભાઈની નાદુરસ્ત તબિયત અંગે ખબરઅંતર પૂછ્યા હતા અને વડીલ મોભીના આશીર્વાદ મેળવ્યા હતા. આ તકે પાટીદાર સમાજના મોભી બેચરભાઈ હોથી તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા.

- text