ટંકારા નજીક ઈંગ્લિશ દારૂની બોટલ લઈને નીકળેલા બે શખ્સો ઝડપાયા

- text


ટંકારા : ટંકારા નજીક ગઈકાલે ટંકારા પોલીસે બાતમીના આધારે ઈંગ્લિશ દારૂની બોટલ લઈને નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા હતા.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી રાજકોટ રોડ આર્ય સ્કુલની પાછળના ભાગે આવેલ લેક્ષ્સ પોલીપેક કારખાના સામે ઓમ સાંઇ રામ જનરલ સ્ટોર નામની દુકાન પાસેથી ઈંગ્લિશ દારૂની એક બોટલ લઈને નીકળેલા રમણીકભાઇ નરશીભાઇ દુબરીયા (ઉ.વ.૨૭) અને કાનજીભાઇ હેમતભાઇ વાધેલા (ઉ.વ.૨૮) ને બોટલ નંગ-૧ કિ.રૂ.૪૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text