મોરબીમાં બંદૂક અને દેશી તમંચા સાથે બે શખ્સ પકડાયા

- text


 

મોરબી : મોરબી પંથકમાં બંદૂક અને દેશી તમંચા સાથે બે શખ્સો પકડાયા છે. બનાવની વિગતો જોઈએ તો મોરબી પાસે હળવદ રોડ ઉપર આવેલ સબરી હોટેલ નજીકથી બી ડિવિઝન પોલીસે જયદીપ ભરતભાઇ કરથીયા ઉ.વ.30 રહે. ગ્રીન ચોક, કંસારા શેરી, મોરબીવાળાને ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. જ્યારે બીજા બનાવમાં ઉંટબેટ( શામપર) ગામે એસઓજીની ટીમે કરીમ કુલ્લુભાઈ લુણાઇ ઉ.વ 36 રહે.ઉટબેટવાળાને જામગરી બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. આ બન્ને શખ્સની પોલીસે ધરપકડ કરી તેમની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text