દિવાળીના સમયે જ મોરબીમાં SBIના ATM બંધ હોવાની ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાવ સાથે રજૂઆત

મોરબી : દિવાળીના તહેવારોમાં SBIના તમામ ATM બંધ હોવાથી ગ્રાહકોને પૈસા લેવામાં તકલીફ પડી રહી છે. પહેલાં એક વીક બેંક બંધ રહી અને હવે ATM બંધ છે. તો ગ્રાહકો કયાં જાય? આ અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મોરબીમાં દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે. બહારથી આવતા મજુરો બીહાર-રાજસ્થાન-યુ.પી.-ઝારખંડ તથા અન્ય રાજયોમાંથી નોકરીએ આવતા મજુરોને પૈસાની લેતી-દેતી SBI બેંકમાંથી થાય છે. હવે કોરોનાને કારણે બેંક આઠ દિવસ બંધ રહી છે. ગ્રાહકના તમામ વહીવટ બંધ રહયા છે. સરકારી ચલણ પણ બંધ રહયા તેવું જાણવા મળેલ છે. હવે S.B.I.ના મોરબીમાં જેટલા A.T.M. છે, તેમાં ફકત એક A.T.M ચાલુ છે, બાકી બંધ છે. જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડે છે. આજે પાંચ-છ દિવસ થયા છતા A.T.M. ચાલુ નથી. તો તાત્કાલીક A.T.M. ચાલુ કરીને ગ્રાહકની સેવા પુરી પાડે અને ગ્રાહકને સંતોષ આપે આ બાબતે ઉચ્ચ કક્ષાએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને મંત્રી રામભાઇ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate