કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, ગોરધન ઝડફિયા સાથે બ્રિજેશ મેરજાએ વિવિધ ગામોમાં કર્યો જનસંપર્ક

મંગળવારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પીપળીયા ચાર રસ્તા, જેતપર સહિતના વિસ્તારોમાં સભા ગજવશે 

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બ્રિજેશ મેરજાના ચૂંટણી પ્રચારમાં રાજ્ય મંત્રીમંડળના નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ પ્રચારમાં વ્યસ્ત બન્યા છે ત્યારે સોમવારે ભરચક કાર્યક્રમો વચ્ચે કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, પૂર્વ ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા સહિતના નેતાઓએ વિવિધ ગામોની મુલાકાત લઈ ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા હતા.

આજે સોમવારે દિવસ દરમ્યાન ઘાંટીલા ખાતે પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફિયાના હસ્તે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે બ્રિજેશ મેરજા સહિત સાંસદ મોહનભાઇ કુંડારીયા, મગનભાઈ વડાવીયા, બી. એચ. ઘોડાસરા, આર. કે. પારજીયા, તેમજ ભાજપના વિવિધ હોદ્દેદારો, સ્થાનિક મંડલના આગેવાનો, શક્તિકેન્દ્રના ઇન્ચાર્જો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે હરિપર ગામની મુલાકાત દરમ્યાન ઉપરોક્ત નેતાઓ સહિત કેબિનેટ મંત્રી જવાહર ચાવડા તેમજ સ્થાનીય અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

આવતી કાલે મંગળવારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પીપળીયા ચાર રસ્તા, માળીયા, તેમજ મોરબી તાલુકાના જેતપર અને મોરબી શહેરમાં ચિત્રકૂટ ચોક ખાતે વિશાળ જાહેરસભાને સંબોધન કરશે.