ઈલેક્શન અપડેટ : મોરબીમાં પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થવા પર પ્રતિબંધ

- text


મોરબી : ૬૫-મોરબી વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીનું તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ મતદાન થનાર છે. તેમજ મોરબી જિલ્લાના ૬૫-મોરબી વિધાનસભા મતદાર વિભાગોની મતગણતરી સરકારી પોલિટેકનીક બિલ્ડીંગ, ઘુંટુ રોડ, મોરબી ખાતે તા. ૧૦/૧૧/૨૦૨૦ ના રોજ થનાર છે. મતગણતરીની કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ શકે, મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યકિત ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ કેતન પી. જોષીએ એક જાહેરનામું બહાર પાડેલ છે.

આ જાહેરનામાં અનુંસાર કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહી તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. મતગણતરી કેન્દ્રની આસપાસના ૨૦૦ મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહી અથવા કોઈ સભા ભરી શકાશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહી. કોઈપણ વ્યકિત કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ હોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહી.

- text

ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. મતગણતરી ફરજ પર નિયુકત અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકેલ વ્યકિતઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા નાયબ જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી, મોરબીને અધિકૃત કરવામાં આવેલ છે. મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીશ્રીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીગ કરવાનું રહેશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text