ઈલેક્શન અપડેટ : મોરબીમાં મતદાન વખતે મતદારોએ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા અંગે જાહેરનામું

- text


મોરબી : ૬૫-મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી સબંધમાં નકકી કરેલ મતદાન મથકોએ આગામી તા.૩-૧૧-૨૦૨૦ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો ઉપર મોટી સંખ્‍યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્‍થળોએ મતદાન થનાર છે, તે મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્‍તારોમાં અડચણ થતી અટકાવવા તથા વ્‍યવસ્‍થા જાળવવા મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી કેતન જોષીએ જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામાં અનુંસાર ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્‍થાન પાસે એક લાઇનમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ઉભા રહેવા અને જો સ્‍ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવા, અને લાઇન મુજબ પોતાના વારા પ્રમાણે એક પછી એક દાખલ થવા અને મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્‍તાર છોડી તુરત જ ચાલ્‍યા જવા જણાવેલ છે. જો કોઈ પણ આ જાહેરનામાનો ભંગ કરશે અગર તો ભંગ કરવામાં મદદગારી કરશે તો તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text