મોરબીના ગોવિંદભાઇ વરમોરા સહિતના દાતાઓએ 6.66 લાખમાં મહાનવમીની આરતી ઉતારી

- text


અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે પાટીદાર અગ્રણી ગોવિંદભાઇ વરમોરા તેમજ વિનુભાઈ ગમારાના પરિવારે સંયુક્ત રીતે રૂ. 6.66 લાખ ધરી છેલ્લા નોરતે યજમાન બની માતાજીની આરતી કરી

મોરબી : મોરબીના ભામાશા તરીકે જાણીતા સનહાર્ટ ગ્રુપ સ્થાપક તથા પાટીદાર સમાજના અગ્રણી ગોવિંદભાઈ વરમોરા દ્વારા અમદાવાદ સ્થિત વિશ્વ ઉમિયા ધામ ખાતે લાખો રૂપિયા માના ચરણોમાં અર્પણ કરી માતાની મહાનવમીની આરતી ઉતારી છે.

નવરાત્રિમાં નોમના દિવસે મા સિદ્ધિદાત્રીના મહા પુજનના 2 મુખ્ય યજમાન તેમજ મહાઆરતીનો લાભ સંસ્થાના પ્લેટિનમ દાતા ગોવિંદભાઈ વરમોરા સનહાર્ટ ગ્રુપ તથા સંસ્થા સાથે જોડાયેલા વિનુભાઈ ગમારાના પરિવારે સંયુક્ત રૂ. 6,66,000/- માના ચરણોમાં ધરીને વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર તેમજ શ્રીયંત્રનું પૂજન કરીને ધન્યતા અનુભવી છે. નવરાત્રિમાં નવમા નોરતાના દિવસે સંસ્થાના પ્રમુખ, ઉપપ્રમુખ, ટેમ્પલ કમિટીના હોદ્દેદારો તેમજ અન્ય દાતાઓએ અને સંગઠનના સભ્યો તથા મહિલાઓએ ઉપસ્થિત રહીને મહા આરતીનો લાભ મેળવી જગતજનની મા ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિદ્વાન બ્રહ્મદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચાર અને વિધિવત મા દુર્ગાની તેમજ શ્રી યંત્રનું યજમાનોને પૂજન અર્ચન કરાવીને નવરાત્રી પ્રસંગને સફળ બનાવવામાં ભૂદેવોનું મહત્વનું યોગદાન રહેલ છે. નવરાત્રી મહોત્સવના નવ દિવસ રાત- દિવસ જે દાતાઓએ, કાર્યકર્તાઓએ તથા સેવાભાવી યુવાનોનો લગન અને મહેનતથી કામ કરીને સ્મૃતિ મંદિર વિશ્વ ઉમિયા ધામ, અમદાવાદ ખાતે પ્રથમવાર આયોજિત નવરાત્રી પ્રસંગને સફળ બનાવવા બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text