વાહ.. મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી, રિઝર્વ રખાયેલા 90 ટકા બેડ ખાલી!

- text


 

છેલ્લા 10 દિવસમાં કોરોનાનો ગ્રાફ સડસડાટ નીચે ઉતર્યો : 15 જેટલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 873 માંથી 792 બેડ ખાલી

મોરબી : મોરબી જિલ્લામાં એકાદ મહિના પહેલા કોરોનાની પરિસ્થિતિ હાઇએસ્ટ હતી અને કોરોનાના કેસો ઘણા વધ્યા હતા.પણ છેલ્લા 10-15 દિવસના સમયગાળામાં કોરોનાની આ પરિસ્થિતિમાં સુધાર આવ્યો હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા દશાર્વતા આંકડા ગવાહી આપી રહ્યા છે.આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ કોરોનાના કેસોના ગ્રાફ સડસડાટ નીચે ઉતરી ગયો છે.કોરોનાના દર્દીઓ ઘટતા હવે હોસ્પિટલમાં ખાલીખમ જોવા મળી રહી છે.જેમાં સરકારે કોરોના માટે રિઝર્વ રાખેલી સરકારી અને ખાનગી મળીને 15 જેટલી હોસ્પિટલમાં કુલ 873 માંથી 792 બેડ ખાલી છે.

- text

મોરબી જિલ્લા કોરોના કેસો ઘટતા સરકારે રિઝર્વ રાખેલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 90 ટકા બેડ ખાલી છે.જેમાં ખાનગી હોસ્પિટલમાં જોઈએ તો સદભાવના હોસ્પિટલમાં કુલ 15 માંથી 10 બેડ ખાલી, પ્રભાત હોસ્પિટલમાં 30 માંથી 25 બેડ ખાલી, કોવિડ હોસ્પિટલમાં 16 માંથી 13 બેડ ખાલી,શિવમ હોસ્પિટલમાં 24 માંથી 15 બેડ ખાલી, ક્રિષ્ના હોસ્પિટલમાં 90 માંથી 87 બેડ ખાલી તેમજ સરકારી હોસ્પિટલમાં જોઈએ તો મોરબીની સિવિલ હોસ્પિટલમાં 100 માંથી 80 બેડ ખાલી, વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં 30 માંથી 21 બેડ ખાલી,હળવદ સિવિલ હોસ્પિટલમાં 10 માંથી દસેય ખાલી, નર્સિંગ સ્કૂલ ચરાડવામાં 48 માંથી 48 બેડ ખાલી, કોવિડ કેર સેન્ટર ઘુંટુમાં 60 માંથી 55 બેડ ખાલી,વાંકાનેર મોડલ સ્કૂલમાં 50 માંથી 50 બેડ ખાલી,હળવદ મોડલ સ્કૂલમાં 50 માંથી 50 બેડ ખાલી ,માળીયા મોડલ સ્કૂલમાં 50 માંથી 50 બેડ ખાલી,જોધપર આદર્શ નિવાસી શાળામાં 200 માંથી 200 બેડ ખાલી એક ખાનગી ટ્રસ્ટ સંચાલિત પાટીદાર કોવિડ કેર સેન્ટર જોધપર ખાતે 100 માંથી 78 બેડ ખાલી છે.રીતે પાંચ ખાનગી હોસ્પિટલમાં 175 માંથી 150 બેડ ખાલી અને સરકારીમાં 668 માંથી 642 બેડ ખાલી છે આથી કુલ સરેરાશ રેશિયો કાઢીએ તો આશરે 10 ટકા જેટલી બેડ ભરેલી છે.એટલે આરોગ્ય તંત્રના આંકડા પ્રમાણે એવું કહી શકાય કે મોરબી જિલ્લામાં કોરોના હવે ખૂબ ઘટી રહ્યો છે.

- text