મોરબીના પીપળી રોડ ઉપર છેલ્લા 5 કલાકથી ટ્રાફિકજામ : અનેક વાહનો ફસાયા

 

કાયમી ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાની પ્રબળ માંગ

મોરબી : મોરબીનો પીપળી રોડ કાયમી ટ્રાફિક સમસ્યા ધરાવે છે. છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે આ પ્રશ્ન વધુ ઘેરો બનતો જઇ રહ્યો છે. આજે પણ છેલ્લા 5 કલાકથી અહીં ટ્રાફિક જામ સર્જાયો છે.

આજે સવારે 9 વાગ્યાના અરસાથી અહીં વાહનોની કતારો લાગી છે. બન્ને બાજુ વાહનો સામસામા આવી જતા ટ્રાફિક વધુ ગુંચવાયો છે. છેલ્લા 5 કલાકથી અહીં અનેક વાહનો ફસાયા હોય વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે. આ ટ્રાફિક પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો માટે શિરદર્દ સમાન બની ગયો છે. ત્યારે પોલીસ દ્વારા આ રોડ ઉપર બેથી ત્રણ પોઇન્ટ બનાવી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.