સોમવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મોરબીની મુલાકાતે

 

 

બ્રિજેશ મેરજાના ચૂંટણી પ્રચારમાં અગ્રણી નેતાઓ રવિવારે ગામડાઓમાં ફરી વળ્યાં

મોરબી : આજે રવિવારથી બરાબર નવમાં દિવસે 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ તેમજ સ્થાનીય કાર્યકર્તાઓએ વિવિધ ગામોમાં જઈ બ્રિજેશ મેરજા માટે સમર્થન માંગ્યું હતું.

આવતીકાલે સોમવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મોરબીની મુલાકાતે આવનાર છે. જેઓ શનાળા રોડ, સરદાર બાગ સામે હરભોલે હોલમાં બપોરે 02:30 કલાકે જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ તથા શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. ત્યારબાદ બપોરે 03:30 કલાકે ઉક્ત સ્થળે જ પાર્ટીના મુખ્ય અગ્રણીઓ અને સંકલન સમિતિના સભ્યો સાથે બેઠક યોજશે. આ બેઠકમાં તમામ હોદ્દેદારોને ચૂંટણી પ્રચાર-પ્રસારલક્ષી જવાબદારીઓ સોંપી બુથ લેવલ સુધીની વિગતોની છણાવટ કરી ઉપયુક્ત માર્ગદર્શન પૂરું પાડશે. સી.આર.પાટીલની મુલાકાતને લઈને સ્થાનીય નેતાઓ અને કાર્યકર્તાઓમાં ગજબનો ઉત્સાહ જણાઈ રહ્યો હોવાનું સ્થાનીય ભાજપ અગ્રણીએ જણાવ્યું હતું.

જયારે આજે રવિવારનો દિવસ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે અતિ વ્યસ્ત રહ્યો હતો. વહેલી સવારથી જ બ્રિજેશ મેરજાના ચૂંટણી વિજય માટે ગ્રામીણ વિસ્તારોની મુલાકાત અને બેઠકોનો દૌર આરંભાયો હતો. જેમાં જુના સાદુળકા, નવા સાદુળકા, ભક્તિનગર, રવાપર (નદી), કૃષ્ણનગર, ગૂંગણ, બહાદુરગઢ, રામરાજ્ય, પીલુડી, સોખડા, કિશનગઢ, ગાળા, અમરનગર, કેરાળા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. ઉપરોક્ત ગામોની પ્રચારલક્ષી મુલાકાત સમયે ભાજપ અગ્રણી હિરેનભાઈ પારેખ, કે.એસ. અમૃતિયા, ભુપતભાઇ પંડ્યા, જયંતીભાઈ ચાપાણી, કાંતિભાઈ માકાસણા, રાજુભાઇ કાલરીયા, વેલજીભાઈ પટેલ (બોસ), જીગ્નેશ કૈલા, અજય લોરીયા ઉપરાંત જિલ્લાના આગેવાનો, મંડળ પ્રતિનિધિઓ, ભાજપના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, હોદ્દેદારો, સ્થાનીય મંડળના આગેવાનો, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો સહિત કાર્યકર્તાઓ બહોળી માત્રામાં જોડાયા હતા.