મોરબીના ત્રણ વોર્ડમાં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયોનું ઉદ્ઘાટન કરાયું

કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઇ પટેલ સહિતના કોંગી આગેવાનોએ શહેરમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન હાથ ધર્યું

મોરબી : ચૂંટણી પ્રચારના શરૂઆતના તબક્કે ગ્રામીણ વિસ્તારોની વીજળીવેગી મુલાકાતો બાદ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર જયંતિલાલ પટેલને વિજયી બનાવવા આજે રવિવારે મોરબી શહેરના વિવિધ વોર્ડમાં પાર્ટી કાર્યાલયો ખુલ્લા મુકાયા હતા. તેમજ કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઇ પટેલ સહિતના કોંગી આગેવાનોએ શહેરમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન હાથ ધરી લોકોનું સમર્થન મેળવવા પ્રચાર અભિયાન તેજ કર્યું હતું.

આજે રવિવારે કોંગ્રેસ પાર્ટીના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે જયંતિ જેરાજ પટેલે મોરબીના વોર્ડ નંબર 3, 5 અને 9માં સોની બજાર, ખત્રીવાડ તેમજ દરબારગઢ વિસ્તારમાં “વિજય કૂચ” ચૂંટણી પ્રચાર અંતર્ગત લોકસંપર્ક કર્યો હતો અને પાર્ટીના કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા હતા. રાત્રે સમયના ગેટ પાસે વધુ એક કાર્યાલય ખુલ્લું મુક્તા જયંતિ પટેલે પોતાને મળી રહેલા અદમ્ય સમર્થનને લઈને પેટા ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટણીના પ્રચાર અભિયાનમાં જયંતિ પટેલ સાથે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, મુકેશભાઈ ગામી, રંગપર ગામના મહેન્દ્રસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ જાડેજા, રમેશભાઈ રબારી સહિતના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. જ્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઇ પટેલ સહિતના કોંગી આગેવાનોએ શહેરમાં ડોર ટુ ડોર સંપર્ક અભિયાન હાથ ધરી લોકોને મત આપવા અપીલ કરી હતી.