મોરબીમાં ચાવી બનાવવાના બહાને રૂ.2.70 લાખના સોના દાગીનાની ચોરી કરનાર ઝડપાયો

- text


એલસીબીએ નવ માસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો : હજુ એક આરોપી ફરાર

મોરબી : મોરબીમાં કબાટની ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘૂસીને મહિલાઓની નજર ચૂકવીને ઘરમાંથી દગીનાનો હાથફેરો કરીને ફરાર થઇ જનાર અંતે પોલીસના સંકજામાં સપડાયો છે.મોરબી એલસીબીએ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચાવી બનાવવાના બહાને રૂ.2.70 લાખના સોના દાગીનાની ચોરી કરનાર શખ્સને ઝડપી લઈને બીજા ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

આ ચોરીના બનાવની મોરબી એલસીબી પાસેથી મળતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર જીવન જ્યોત સોસાયટીમાં રહેતા ગીતાબેન મનસુખભાઇના ઘરમાં આજથી નવ માસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો.જેમાં આ મહિલા ઘરે હતા.ત્યારે બે સરદારજી જેવા અજાણ્યા ઈસમો કબાટની ચાવી બનાવી દેવાના બહાને મહિલાના ઘરમાં ઘુસ્યા હતા અને બન્ને શખ્સોએ કસબ અજમાવીને મહિલાની નજર ચૂકવી તેમના કબાટમાં ચાવી ફસાવી લઈને રૂ.2,70,000 ની કિંમતના સોના દાગીના સેરવીને નાસી છૂટ્યા હતા.આ બન્ને શખ્સો ગયા પછી મહિલાએ કબાટમાં જોતા સોનાના દાગીના ગાયબ હોવાનું દેખાતા તેમને બન્ને શખ્સો ચાવી બનાવવાના બહાને કળા કરી ગયાનું માલુમ પડ્યું હતું.આથી આ બનાવની મહિલાએ જે તે સમયે એ ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી.ત્યારે એસપી એસ.આર.ઓડેદરા અને એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાએ આ ચોરીના બનાવનો ભેદ ઉકેલવાની સૂચના આપતા એલસીબી પોલીસ સ્ટાફે ચોરી કરનાર શખ્સ પ્રધાનસિંગ પઠાણસિંગ ખીચી ( રહે હાલ સુરત મૂળ મહારાષ્ટ્ર) ને ઝડપી લીધો હતો અને બીજા આરોપીને ઝડપી લેવા પણ તપાસ હાથ ધરી છે.

- text