મોરબી જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

 

 

મોરબી : મોરબીમાં આજે દશેરા નિમિત્તે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પુજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં એસપીના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરાયું હતું.

મોરબી પોલીસ લાઇન ખાતે આજે સાદાયપૂર્વક શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ અને જિલ્લાભરના તમામ થાણા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.