ખાખરેચીમાં સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકાયું

મોરબી : ભાજપનો ચૂંટણી પ્રચારનો રથ અવિરત આગળ ધપી રહ્યો છે ત્યારે વિવિધ મત વિસ્તારમાં સ્થાનીય કાર્યાલયો ધમધમતા થયા છે. આજે શુક્રવારે ખાખરેચી ખાતે ચૂંટણી પ્રચાર અર્થે કાર્યાલય ખુલ્લું મુકાયું હતું.

ઉક્ત કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રાઘવજી પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, માળીયા તાલુકાના ચૂંટણી ઈનચાર્જ મગનભાઈ વળાવિયા, જયુભા જાડેજા, મનુભાઈ કૈલા, આર.કે. પારજીયા, તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, મહામંત્રી અર્જુનભાઈ, તાલુકા પંચાયતના સભ્ય રતિલાલ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો અને સ્થાનિક કાર્યકરોને વધુમાં વધુ મતદાન કરવા-કરાવવાનું આહવાન કરતા સાંસદ કુંડારીયા અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે ભાજપને મત આપવાની અપીલ કરી હતી.

આ તકે ઘાટીલા, વેજલપુર, સુલતાનપર, કુંભારીયા સહિતના ગામોના આગેવાનો, સરપંચો તથા સ્થાનીય ખેડૂત અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ ઉમેદવાર બ્રિજેશ મેરજાના અનેક સુદ્રઢ પાસાઓ ગણાવી મેરજાને જંગી લીડથી જીતાડવા અપીલ કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate