માટેલ જતા પદયાત્રીઓ માટે ખોડિયાર સેવા મંડળ દ્વારા ચા- પાણી અને નાસ્તાની અનેરી સેવા

 

મોરબી : મોરબી ખોડિયાર સેવા મંડળ (માધાપર) દ્વારા ઘનશ્યામભાઈ નરશીભાઈ પરમારની આગેવાનીમાં મોરબી- વાંકાનેર નેશનલ હાઈવે પર રફાળેશ્વર ગામ નજીક દરિયાલાલ રિસોર્ટ પાસે દર શનિવારે રાત્રે ૧૦ થી ૩ વાગ્યા સુધી મોરબીથી માટેલ ચાલીને જતા પદયાત્રીઓ માટે ચા – પાણી અને નાસ્તાના કેમ્પ યોજવામાં આવે છે. આ મંડળ દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી આ સેવાનું કાર્ય કરવામાં આવે છે માટે દર શનિવારે માટેલ જતા પદયાત્રીઓને આ કેમ્પનો લાભ લેવા ઘનશ્યામભાઈ પરમાર (મો.નં. ૯૮૨૫૪ ૬૦૧૭૪)ની યાદીમાં જણાવાયુ છે.