કોરોના મહામારી વચ્ચે મોરબી પેટા ચૂંટણીમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું

- text


 

1078 મતદારોએ પોસ્ટલ બેલેટથી સંમતિ દર્શાવતા 41 ટીમ મતદારોના ઘરે પહોંચી

મોરબી :કોરોના મહામારી વચ્ચે ખાલી પડેલી મોરબી વિધાનસભા સહિત 8 બેઠકની પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આવા સમયે દિવ્યાંગ મતદારો કે સિનિયર સીટીઝન મતદારોને કોરોનાનું સંક્રમણ લાગવાની શક્યતાને પગલે ચૂંટણી આયોગ દ્વારા પ્રથમ વખત 80 વર્ષથી મોટી ઉંમરના મતદારો તેમજ દિવ્યાંગ મતદારો માટે ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી હતી.મોરબી બેઠકમાં 1636 દિવ્યાંગ મતદાર અનેં 4400થી જેટલા મતદારો 80થી વધુ ઉંમરના છે.આ પૈકી કુલ 1078 મતદારોએ પોસ્ટલ બેલેટની સંમતિ માટે 12 ઘ ફોર્મ ભર્યું હતું. આ સંમતિને આધારે મોરબી માળીયા વિધાનસભા વિસ્તારમાં ઝોનલ ઓફિસર, પોલીસ,વીડિયો ગ્રાફર અને ઝોનલ ઓફિસર સહિત 4 લોકોની ટિમ બનાવવામાં આવી હતી.મોરબી માળીયા વિધાનસભા આવી 41 ટીમની રચના કરવામાં આવી હતી. જે ઘરે ઘરે જઈ પોસ્ટલ બેલેટથી મતદાન લેવડાવ્યું હતું. મતદાતાની ગુપ્તતા જળવાઈ તે રીતે મતદાનની વીડિયો ગ્રાફી કરવામાં આવી હતી.

- text