મોરબીના ગીડચ ગામે વાડીના સ્વિમિંગ પુલમાં ન્હાવા મામલે મારામારી

મોરબી : મોરબીના ગીડચ ગામે આવેલ વાડીના સ્વિમિંગ પુલમાં ન્હાવા મામલે મારામારી થઈ હતી. જેમાં એક શખ્સે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. મોરબી તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ઉમા ટાઉનશીપ વૈભવ હાઇટ્સ ટાવર ડી બ્લોક નંબર 101 માં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ લાધાભાઈ સેરઠીયા (ઉ.વ.૬૯) એ આરોપી સમીરભાઈ વસંતભાઈ અઘેરા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા ૨૩ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરશામા ગીડચ ગામની સીમમાં પીઠાભાઇ આહીરની વાડીએ આવેલા સ્વિમિંગ પુલમાં પાંચ દિવસ અગાઉ આરોપીની પત્ની અને બાળકો નાહવા આવેલા હતા. પરંતુ સ્વિમિંગ પુલમાં પાણી નહીં હોવાથી ફરિયાદીએ તેમને નાહવાની ના પાડતાં જેનો રોષ રાખી આરોપીએ પાવડાના લાકડાના હાથા વડે મારમારી વાંસાના ભાગે મુઢમાર મારી તથા ડાબા હાથમાં ફેક્ચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate