જીતશે જ્યંતીલાલના નારા સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનું ચૂંટણી પ્રચાર અભિયાન

રાજયકક્ષાના અને સ્થાનીય નેતાઓ, કાર્યકરો સાથે ગામે-ગામથી કોંગ્રસે લોકસમર્થન મેળવવા પ્રચાર અભિયાન તેજ કર્યું

મોરબી : કોંગ્રેસ દ્વારા “જીતશે જ્યંતીલાલ”ની ટેગ લાઈન સાથેનું ચૂંટણી પ્રચાર અભિયાનને મોરબી-માળીયા વિધાનસભા મત વિસ્તારમાં વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે શનિવારે દિવસ દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર જ્યંતી જેરામ પટેલ સાથે કોંગ્રેસના અગ્રણી નેતાઓ, સ્થાનીય રાજકીય આગેવાનો-કાર્યકરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર પહોંચીને જબરું લોકસમર્થન મેળવવા અપીલ કરી હતી.

આ જનસંપર્ક દરમ્યાન ગુજરાત કોંગ્રેસ મહીલા સેવાદળના અધ્યક્ષ પ્રગતીબેન આહિર સાથે રાજકીય આગેવાનો, મોરબી માળીયા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીલાલ જેરાજભાઈ પટેલ સાથે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, કે.ડી. બાવારવા, તાલૂકા પંચાયત પ્રમુખ નાથાભાઈ ડાભી, દેવજીભાઈ પરેચા સહિતના સાથે રહ્યા હતા. જેઓએ “વિજય કૂચ ” ચૂંટણી પ્રચાર પ્રવાસમાં રવાપર (નદી), વાઘપર, ભક્તિનગર, શક્તિનગર, કૃષ્ણનગર, ગૂંગણ, જુના તેમજ નવા નાગડાવાસ, રામપર, સોખડા, બહાદુરગઢ, રામરાજ નગર, પીલુડી અને ગાળા સહિતના ગામોમાં ફરી સ્થાનિક સમસ્યાઓ વિશે વિસ્તારપૂર્વક વિગતો મેળવી તેના ઉકેલની ખાત્રી ઉચ્ચારતા જનતા જનાર્દન પાસે કોંગ્રેસની તરફેણમાં જંગી મતદાન કરવાની અપીલ કરી હતી. ઉપરોક્ત તમામ ગામોમાંથી જ્યંતીલાલના પ્રચાર અભિયાનમાં કોંગ્રેસના આગેવાનોએ જ્યંતીલાલના ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.