પેટાચૂંટણીના માહોલ વચ્ચે મોરબી-કંડલા હાઇવે પર 2.1 લાખનો ઈંગ્લીશ દારૂ ભરેલ બોલેરો ઝડપાઇ

પરપ્રાંતીય બે શખ્સોની અટકાયત કરાઈ

મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબી-કંડલા નેશનલ હાઇવે રોડ પર માળીયા ચેકપોસ્ટ નજીક બોલેરો પીકઅપ ગાડીમાં કડબની આડશમાં સંતાડેલ ઇંગ્લીશ દારૂના પાઉચ (નાના બોકસ) નંગ 2016 (કિ.રૂ. 2,01,600) અને અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. 4,07,600ના મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજયના બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

હાલમાં મોરબી-માળીયા મિ. વિસ્તારની વિધાનસભાની સામાન્ય પેટાચૂંટણીનો માહોલ છે. ત્યારે મોરબી એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે બોલેરો પીકઅપ ગાડી નં-RJ-46-GA-0968માં ગે.કા. રીતે અંગેજી દારૂનો જથ્થો ભરી સામખીયારીથી મોરબી તરફ આવનાર છે. આ બાતમીના આધારે મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ પર માળીયા ચેકપોસ્ટ ઉપર એલ.સી.બી. પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતા.

આ દરમ્યાન આરોપી સુરેશ લાદુરામ કાવા (ઉ.વ. 34, રહે. હેમાગુડા, તા. સાચોર, જી. જાલોર, રાજસ્થાન તથા દિનેશકુમાર જયકિશન ગોદાર (ઉ.વ. 20, રહે. ચીતલવાના ગોદારા કી ઢાણી, તા. ચીતલવાના, જી. જાલોર, રાજસ્થાન) બોલેરો પીકઅપ વાહન લઇ જતા ઝડપી પાડવામાં આવ્યા છે. LCBએ અંગ્રેજી દારૂના પાઉચ (નાના બોકસ ) નંગ 2016, કી.રૂ. 2,01,600 તથા બોલેરો પીકઅપ વાહન કી.રૂ. 2,00,000 તથા મોબાઇલ ફોન નંગ 2 કી.રૂ. 6000 મળી કુલ પ્રોહી. મુદામાલ કી.રૂ. 4,07,600 સાથે રાજસ્થાન રાજયના બે આરોપીઓને પકડી પાડી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate