ધોરણ12 (સા.પ્ર)ની પૂરક પરીક્ષાના પરિણામપત્રક તાલુકાકક્ષાએ વિતરણ થશે

કોરોના મહામારીને ધ્યાને લઇ તાલુકાએ પરિણામ પત્રક વિતરણ સ્થળ નક્કી કરાયા

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહ (પુરક પરીક્ષા) નું સમગ્ર રાજ્યનું પરિણામ સાહિત્યનું વિતરણ આગામી તા. ૨૪/૧૦/૨૦૨૦ ના રોજ થશે હાલ કોરોના મહામારીને ધ્યાને લઇ પરિણામ વિતરણ જિલ્લા વિતરણ કેન્દ્રની જગ્યાએ તાલુકાવાર કરવા સૂચના હોવાથી મોરબી જિલ્લામા તાલુકાવાઈઝ વિતરણ સ્થળ ફાળવી આગામી તા. ૨૪/૧૦/૨૦૨૦ ના રોજ પરિણામ વિતરણ થનાર છે. જે-તે તાલુકામાં આવતી શાળાઓએ આપના તાલુકાને ફાળવેલ વિતરણ સ્થળ પરથી જ પરિણામ સાહિત્ય મેળવવાનું રહેશે,

મોરબી, માળીયા તાલુકામાં આવતી શાળાઓના પ્રતિનિધિએ ધી વી. સી. ટેક.હાઈસ્કૂલ, હળવદ તાલુકામાં આવતી શાળાના પ્રતિનિધિએ નાલંદા વિદ્યાલય
ટંકારા તાલુકામાં આવતી શાળાઓએ મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય અને વાંકાનેર તાલુકામાં આવતી શાળાઓના પ્રતિનિધિ અમરસિંહજી હાઈસ્કૂલ થી10:30 કલાકથી આપની શાળાના અધિકાર પત્ર સાથે વિતરણ સ્થળ પરથી પ્રતિનિધીએ ઉપસ્થિત રહી પરિણામ લગત સાહિત્ય મેળવી લેવાનું રહેશે. વિતરણ સ્થળ પર સરકાર દ્વારા પ્રસિદ્ધ તમામ નિયમોનું પાલન થાય એ રીતે સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમજ માસ્ક પહેરીને જ આવવાનું રહેશે. તેમજ આપના દ્વારા જ્યારે વિદ્યાર્થીઓને પરિણામ વિતરણ કરવામાં આવે ત્યારે પણ એક સાથે ન બોલાવી યોગ્ય આયોજન કરી સરકારના લોકડાઉનની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. શાળાઓએ પરિણામ દરમિયાન વિદ્યાર્થીઓને ભેગા કરીને સરઘસ, ગરબા જેવી કોઈ પ્રવૃત્તિ ન થાય તેનું ધ્યાન આચાર્યએ રાખવાનું રહેશે. પરિણામ વિતરણ બાદ ગુણ ચકાસણી/અવલોકન/OMRની ઝેરોક્ષ કોપી મેળવવા શાળાના આચાર્યએ ઉમેદાવારોને યોગ્ય માર્ગદર્શન આપવાનું રહેશે. ઉપરોક્ત તમામ સૂચનાઓનું પાલન કરી આગામી તા. ૨૪/૧૦/૨૦૨૦ ના રોજ તાલુકા વિતરણ સ્થળ પરથી પરિણામ સાહિત્ય મેળવી લેવાની જવાબદારી જે-તે શાળાના આચાર્યની રહેશે. તેમ ડી.ઇ.ઓ બી.એમ સોલંકીએ જણાવ્યું હતું.