મોરબી શહેરના માજી નગરપતિ અને માજી કાઉન્સિલરે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો

- text


મોરબી : મોરબી શહેરના પૂર્વ મહિલા નગરપતિ અને પૂર્વ કાઉન્સિલરે ભાજપનો સાથ છોડી વિધાનસભાની પેટા ચૂંટણી સમયે જ કોંગ્રેસમાં પ્રવેશ કરતા સ્થાનીય ભાજપ કેમ્પને આંચકો લાગ્યો છે.

કોંગ્રેસના વિધાયકોએ રાજીનામુ આપતા આવી પડેલી પેટા ચૂંટણીઓમાં આયારામ ગયારામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાવવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આજે ગુરુવારે મોરબી શહેરના માજી મહિલા નગરપતિ નીરૂબેન પરમાર તથા માજી કાઉન્સિલર દેવજીભાઈ પરમારે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ત્યારે એક કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ લલિત કગથરા અને કોંગ્રેસના ઉમેદવાર જ્યંતિભાઈ પટેલ સહિતના સ્થાનીય નેતાએ બન્નેને કોંગ્રેસનો ખેસ ધારણ કરાવી તેઓને આવકારતા જણાવ્યું હતું કે, ભાજપની નીતિ રીતિ અને અવગણનાથી ત્રાહિમામ થઈને વર્ષો જુના ભાજપના સ્થાનીય એવા બન્ને નેતાઓએ કોંગ્રેસની વિચારધારાથી આકર્ષાઈને કોંગ્રેસમાં આવવાનું મન બનાવ્યું હતું. આજે બન્ને નેતાઓને વિશાળ કોંગી કાર્યકર્તાઓની હાજરીમાં કોંગ્રેસમાં પ્રવેશ અપાયો ત્યારે “જ્યંતીલાલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે”, અને “જીતશે જ્યંતીલાલ”ના નારાઓ વચ્ચે બન્ને નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

રાજકીય અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી તથા મનોજભાઈ પનારાની આગેવાનીમા ભાજપના સભ્યો વિધીવતરીતે કોંગ્રેસમા જોડાયા ત્યારે ટંકારા-પડધરી ના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, ધોરાજી ના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, જામજોધપુર ના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, મોરબી નગરપાલીકા ચેરમેન ભાવીન ઘેલાણી, કોંગ્રેસ સેવાદળ પ્રમુખ ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓએ તેમનું અભિવાદન કરી વિધીવત રીતે આવકાર્યા હતા.

- text