વરમોરા ગ્રુપના હિરેન વરમોરાની ટ્રેડ પ્રમોશન કાઉન્સિની સેકટરલ કમિટીના સિરામિક ક્ષેત્રના ચેરમેન તરીકે વરણી

મોરબી : મોરબીના વરમોરા ગ્રુપના લીડર હિરેન વરમોરાએ વધુ એક વખત સમગ્ર દેશમાં મોરબીને ગૌરવ અપાવ્યું છે. તેઓ ટ્રેડ પ્રમોશન કાઉન્સિની સેકટરલ કમિટીના સિરામિક ક્ષેત્રના ચેરમેન તરીકે નિયુક્ત થતા તેઓને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

વરમોરા ગ્રુપના ગતિશીલ લીડર હિરેન વરમોરાની ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સેકટરલ કમિટીમાં સિરામિક ક્ષેત્રમાં ચેરમેન તરીકે નીયુક્તિ થઇ છે. તેઓની આ નીયુક્તિ બાદ તેઓએ ભારતની સિરામિક ઇન્ડસ્ટ્રીઝનાં વિકાસને વધારવામાં અને તેને વિશ્વ સ્તરે પહોંચાડવામાં સતત પ્રયત્નશીલ રહેવાની નેમ વ્યક્ત કરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate