સોનાના વાયદાના ભાવમાં રૂ.૨૯૧ અને ચાંદીમાં રૂ.૪૦૨ની વૃદ્ધિ: ક્રૂડ તેલમાં નરમાઈનો માહોલ

 

એલચી, કોટન, સીપીઓના વાયદાના ભાવમાં સુધારો: કપાસ, મેન્થા તેલ ઢીલાં: પ્રથમ સત્રમાં રૂ. ૧૪,૬૨૯ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૨,૭૦૩ સોદામાં રૂ. ૧૪,૬૨૯.૦૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૯૧ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૦૨ વધ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં નરમાઈ સામે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં એલચી, કોટન અને સીપીઓમાં સુધારા સામે કપાસ અને મેન્થા તેલ ઢીલાં ટ્રેડ થઈ રહ્યા હતા.

દરમિયાન ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુલડેક્સનો નવેમ્બર વાયદો ૧૫,૭૨૩ ખૂલી, ઊંચામાં ૧૫,૭૮૩ અને નીચામાં ૧૫,૬૯૪ બોલાઈ, ૮૯ પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે ૩૪ વધ ૧૫,૭૫૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે મેટલડેક્સનો નવેમ્બર વાયદો ૧૨,૨૦૮ ખૂલી, ઊંચામાં ૧૨,૩૬૦ અને નીચામાં ૧૨,૨૦૮ના સ્તરને સ્પર્શી ૧૫૨ પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે ૧૩૯ પોઈન્ટ વધી ૧૨,૩૪૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૨૬૮૪૪ સોદાઓમાં રૂ. ૮૧૭૧.૭૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૯૫૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૨૩૫ અને નીચામાં રૂ. ૫૦૯૧૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૯૧ વધીને રૂ. ૫૧૨૦૧ બંધ રહ્યો હતો.

ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૦૮૯૩ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૧ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૧૫૨ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૬ વધીને બંધમાં રૂ. ૫૧૧૬૩ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૩૫૩૦ ખૂલી, ઊપરમાં રૂ. ૬૩૮૭૫ અને નીચામાં રૂ. ૬૩૧૮૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૦૨ વધીને રૂ. ૬૩૫૨૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૩૯૬ વધીને રૂ. ૬૩૫૦૮ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૪૦૬ વધીને રૂ. ૬૩૫૦૬ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૯૩૩૮ સોદાઓમાં રૂ. ૨૮૬૦.૬૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૩૦૫૩ ખૂલી, ઊપરમાં રૂ. ૩૦૫૮ અને નીચામાં રૂ. ૩૦૧૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭ ઘટીને રૂ. ૩૦૨૮ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૪૯૦ સોદાઓમાં કુલ રૂ. ૨૫૨.૦૦ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૯૫૨૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૯૮૩૦ અને નીચામાં રૂ. ૧૯૫૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૦ વધીને રૂ. ૧૯૭૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો.

સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૯૭.૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩.૨ વધીને બંધમાં રૂ. ૭૯૩.૨ ના ભાવ હતા, જ્યારે એલચી નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૧૪૫૧ ખૂલી, અંતે ૫૦ પૈસા વધીને રૂ. ૧૪૫૦.૫ થયો હતો. મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ. ૯૩૭.૧ ખૂલી, ઊપરમાં રૂ. ૯૩૯.૯ અને નીચામાં રૂ. ૯૩૧ રહી, અંતે રૂ. ૯૩૫.૯ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૧૨૧ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૨૮ અને નીચામાં રૂ. ૧૧૧૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૫૦ ઘટીને રૂ. ૧૧૧૭ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૨૪૮૬ સોદાઓમાં કુલ રૂ. ૪૨૬૪.૨૫ કરોડ ની કીમતનાં ૮૩૪૮.૩૦૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૦૪૩૫૮ સોદાઓમાં કુલ રૂ. ૩૯૦૭.૫૨ કરોડ ની કીમતનાં ૬૧૪.૯૯૪ ટન, ક્રૂડ તેલમાં ૧૪૩૯૪ સોદાઓમાં રૂ. ૭૨૨.૩૫ કરોડનાં ૨૩૭૯૯૦૦ બેરલ્સ, કોટનમાં ૩૯૮ સોદાઓમાં રૂ. ૨૩.૪૦ કરોડનાં ૧૧૮૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૯૯૫ સોદાઓમાં રૂ. ૨૨૨.૫૭ કરોડનાં ૨૮૦૮૦ ટન, એલચીમાં ૨ સોદાઓમાં રૂ. ૨.૯૦ લાખનાં ૦.૨ ટન, મેન્થા તેલમાં ૪૬ સોદાઓમાં રૂ. ૪.૮૮ કરોડનાં ૫૧.૮૪ ટન, કપાસમાં ૪૯ સોદાઓમાં રૂ. ૧.૧૨ કરોડનાં ૨૦૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૧૨૬.૧૩૩ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૩૭.૧૮૬ ટન, ક્રૂડ તેલમાં ૩૫૦૩ બેરલ્સ, કોટનમાં ૨૮૭૫૦ ગાંસડી, સીપીઓમાં ૬૮૦૫૦ ટન, એલચીમાં ૦.૫ ટન, મેન્થા તેલમાં ૧૬૯.૫૬ ટન અને કપાસમાં ૫૦૮ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૦ ખૂલી, ઊપરમાં રૂ. ૬૧૦ અને નીચામાં રૂ. ૫૦૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૮૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૪૦ અને નીચામાં રૂ. ૪૩૮.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૫૦.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૦૨૩ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૫૮ અને નીચામાં રૂ. ૧૦૦૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૭૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૧૯૦.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૪૦૩ અને નીચામાં રૂ. ૧૧૭૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૫૨.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૦૦ અને નીચામાં રૂ. ૧૭૯.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૯૦.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૫૧.૮ ખૂલી, ઊપરમાં રૂ. ૧૬૪ અને નીચામાં રૂ. ૧૪૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૨.૨ બંધ રહ્યો હતો.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate