બગથળામાં તળાવમાં ડૂબી જતા મહિલાનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામમાં એક મહિલા તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 19ના રોજ ગીતાબેન ગાંડુભાઇ રાતડીયા (ઉ.વ. 36, રહે હાલ બગથળા, મુળ મોરબી ઉમિયા નગર) બગથળા ગામના તળાવમા બકડીયુ ધોવા જતા પગ લપસી ગયો હતો. આથી, તેઓ પાણીમા પડી ગયા હતા અને તે ડુબી જતા તેનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text