વાંકાનેરના કેરાળા ગામે જુગાર રમતા છ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના કેરાળા ગામે જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા. અને વાંકાનેર પોલીસે આ છ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ જુગારની રેડની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના કેરાળા ગામની સીમમાં અબ્દુલભાઇ હાજીભાઇ બાદીની વાડી પાસે જુગાર રમતા આરોપીઓ અબ્દુલભાઇ હાજીભાઇ બાદી, અલ્તાફભાઇ ગનીભાઇ હેરંજા, મુસ્તાક આહમદભાઇ શેરસીયા, સૈયફુદીન નુરમામદ ખોરજીયા, અશરફભાઇ આહમદભાઇ શેરસીયા, ઇમરાનભાઇ કરીમભાઇ પીંજારાને રોકડા રૂ.૩૯,૦૦૦ તથા મોબાઇલ નંગ-૦૫ કિ.રૂ.૨૪,૫૦૦ તેમજ બાઈક-૪ કિ.રૂ. ૮૨,૦૦૦ એમ કુલ મળી રૂ. ૧,૪૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text