મોરબીમાં પાનની દુકાન પાસે IPL મેચ પર સટ્ટો રમતો એક પકડાયો

- text


મોરબી : મોરબી શહેરમાં પાનની દુકાન પાસે ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો પકડાયા હતા. આ બંને શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 18ના રોજ IPL-T-20 ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૦ અંતર્ગત મોરબીમાં જી.આઇ.ડી.સી. નાકા પાસે પનારા પાનની દુકાન પાસે બેસી વાસુદેવ ઉર્ફે વાસુ ભરતભાઇ લખતરીયા મુંબઇ & પંજાબ ટીમ વચ્ચે ક્રિકેટ મેચનુ જીવંત પ્રસારણ નિહાળી મેચની હારજીત તથા રન ફેર ઉપર ફોનથી પૈસાની હારજીતનો જુગાર રમી આરોપી પંકજભાઇ રતીભાઇ સોરીયા સાથે હારજીતના સોદાઓ કરતા હતા. પોલીસે આરોપી વાસુદેવને પકડી તેની પાસેથી મોબાઇલ તથા રોકડ રૂ. 1300 મળી કુલ કિ.રૂ. 1800નો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી પંકજ સામે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text