મોરબી : પતિની મારકૂટથી પરેશાન સગર્ભાની વ્હારે આવતું સખી વન સ્ટોપ સેન્ટર

- text


મોરબી : ગત તા. 18ના રોજ એક સગર્ભા સખી વન સ્ટોપ સેન્ટર આવેલ હતી. મહિલાના પતિએ તેમની સાથે ગેરવર્તન કરી મારકૂટ કરેલ હતી. આ બનાવની જાણ થતા 181 મહિલા અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને સમજાવવામાં આવ્યા હતા. પરંતુ મહિલાના પતિ કંઈ સમજવા તૈયાર ન હતા. આથી, પીડિતાની જાન પર જોખમ હોય અને તેમને રક્ષણની જરૂર હોવાથી મહિલાને વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો આપવામાં આવ્યો હતો.

આ દરમિયાન સખી વન સ્ટોપના સ્ટાફ દ્વારા પીડિતાનું લાબું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે સગર્ભા પીડિતાએ સ્ટાફને જણાવેલ કે મહિલાને તેના પતિ સાથે સમાધાન કરવામાં સલામતી લગતી નથી. તેમજ મહિલા હાલ સગર્ભા હોય, આથી, માતા અને ગર્ભમાં રહેલા બાળકની સલામતી ખાતર પરિણીતા તેના પિતાને ઘરે જવા ઈચ્છતા હતા. આથી, સ્ટાફે મહિલાના પિતાને બોલાવ્યા અને સગર્ભાને તેના પિયરને સોંપવામા આવ્યા હતા. આમ, સખી વન સ્ટોપ સેન્ટર પીડીત સગર્ભાને મદદરૂપ બન્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text