મોરબી : પાંચ બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરાયા

મોરબી : આગામી વિધાનસભા પેટા ચૂંટણીને અનુલક્ષીને દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મોરબી જીલ્લાના 5 બુટલેગરોને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આગામી વિધાનસભા પેટા ચૂંટણીને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસ અધિક્ષક, મોરબી એસ. આર. ઓડેદરાએ પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 5 ઇસમોને જેલ હવાલે કરવા માટે નાયબ પોલીસ અધિક્ષક, મોરબી રાધિકા ભારાઈને જરૂરી સુચના આપતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટર આઇ. એમ. કોંઢીયા તથા મોરબી તાલુકા પો.સ.ઇ. એ. એ. જાડેજા મારફતે 5 પાસા વોરંટની બજવણી કરવામાં આવી છે.

જેમાં ભરતભાઇ પીઠુભાઇ ધાંધલ દરબાર (રહે. ભલગામ)ને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે, રાહુલભાઇ વનરાજભાઇ બાલાસરા (રહે. નવા રાજાવડ)ને લાજપોર મધ્યસ્થ જેલ (સુરત) હવાલે, રવી હેંમતભાઇ કુવરીયા (રહે. ત્રાજપર)ને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે, મહેબુબભાઇ સુલેમાનભાઇ સુમરા (રહે. મોરબી)ને લાજપોર મધ્યસ્થ જેલ (સુરત) હવાલે તથા ધર્મેશભાઇ જગદિશભાઇ મેર (રહે. મોરબી)ને લાજપોર મધ્યસ્થ જેલ (સુરત) હવાલે મોકલવા તજવીજ કરેલ છે.

આમ, મોરબી પોલીસ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ – મોરબીના પાસા અટકાયત હુકમ અન્વયે આજ રોજ કુલ 5 બુટલેગરોને પાસા હેઠળ ડીટેઇન કરી અલગ-અલગ જેલ હવાલે મોકલવા તજવીજ કરવામાં આવેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate