મોરબી : મહેન્દ્રનગર ચોકડી અને લગધીરપુર રોડ પરથી દારૂ સાથે બે ઝડપાયા

મોરબી : મોરબી સામાકાંઠા વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે શકશોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસે જાહેર કરેલી વિગત મુજબ પોલીસ અધિક્ષક એસ. આર.ઓડેદરા સાહેબની સુચના મુજબ હાલમાં મોરબી માળીયા (મી) વિસ્તારની વિધાનસભાની સામાન્ય પેટા ચુંટણીની પ્રક્રીયા શાંતિપૂર્ણ પુરી થાય તે સારૂ મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના થઇ આવેલી હોય તેમ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ સાહેબના માર્ગદર્શન હેઠળ આઇ.એમ.કોંઢીયા પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી સીટી બી ડીવી પો.સ્ટે.ની સુચનાથી અને પો.સ્ટે.ના પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.કોન્સ. વનરાજભાઈ ચાવડા ને ખાનગી રાહે બાતમી હકિકત આધારે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ શીવ એજીનીયરીંગ નામની દુકાનમાથી હસમુખભાઇ છગનભાઇ હળવદીયા ઉં.વ ૩૫ ધંધો પ્રા, નોકરી રહે. હરીપરા કેરાળી તા. જી.મોરબી વાળો અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૦ કી રૂપીયા-૭૦૩૫/-ના મુદામાલ સાથે મળી
આવતા મળી આવેલ જેથી મુદામાલ કબજે કરી ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. છે.

તથા લગધીરપુર રોડ ગ્રાન્ડ વૈભવ હોટલ પાસે જાહેર રોડ ઉપરથી પેટ્રોલીંગ દરમ્યાન નીતીનભાઇ અરજણભાઇ શીયાળ ધંધો-મજુરી રહે-સો ઓરડી શેરી નંબર-૧૨ મોરબી-૨ વાળો ભારતીય ભારતીય બનાવટની પ્રરપ્રાંતીય ઇંગ્લીસ દારૂ જરવીસ રીર્ઝવ વિશ્વકીની બોટલ નંગ-૦૭ કિં રૂ.૨૧૦૦/- સાથે મળી આવતા મુદામાલ કજે કરી ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પો.હેડ કોન્સ ક્રિપાલસિંહ ચાવડા તથા ઇમતીયાઝભાઇ જામ તથા અર્જુનસીંહ ઝાલા તથા કેશરદાન ગઢવી તથા પો.કોન્સ અંબાપ્રતાપસિંહ જાડેજા તથા પો.કોન્સ વનરાજભાઇ ચાવડા તથા પો.કોન્સ.રમેશભાઇ માત્રા તથા પો.કો. ભગીરથભાઈ લોખીલ તથા પો.કોન્સ મુકેશભાઇ જીલરીયા તથા પો.કોન્સ, દેવશીભાઇ મોરી એમ પો.સ્ટાફના માણસો કામગીરીમાં સાથે મદદમાં રોકાયેલ હતા.